સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિર માં ૬૦ જેટલી નિરાધાર મનોરોગી મહિલાઓ પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં પુનર્પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આ દીકરીઓને રાજકોટ પીજીવીસીએલના અધિકારી કે એસ મલકાને ગારીયાધાર નજીક આવેલ શામળા બાપા ની જગ્યા નો એક દિવસનો પ્રવાસ કરાવ્યો હતો. સુરતની ખાનગી ટ્રાવેલ્સ દ્વારા બસની સેવા આપવામાં આવી હતી આ યાત્રા પ્રવાસમાં ગયેલ મનોરોગી બહેનો શામળા બાપા ની જગ્યા ના મહંત મોહન બાપા એ તમામ દીકરીઓનું સન્માન કરી દરેક દીકરીઓને પગના ચાંદીના સાંકળા. ગળાનું લોકેટ આંગળીની કડી અને રોકડ રૂપિયા ૧૦૦ આપી સન્માન કર્યું હતું તેમજ મોહન બાપા એ આ સેવાની ખૂબ જ બિરદાવી હતી આ પ્રવાસમાં પૂજ્ય ભક્તિ બાપુ અને રાજકોટના મકાન પણ સાથે જોડાયા હતા આ પ્રવાસથી તમામ દીકરીઓ ના ચહેરા પર ખૂબ જ ખુશી અને આનંદ જોવા મળ્યો હતો. આ તબક્કે પૂજ્ય ભક્તિ બાપુએ જણાવ્યું હતું કે મનોરોગી દીકરીઓને પ્રેમ તેમજ આદર આવકાર આપવામાં આવે તો તેમના જીવન પર ખૂબ જ સારી અસર પાડી શકાય છે.