શિશુવિહાર પ્રાંગણમાં ૧૬ એપ્રિલથી ૨૩ મે દરમ્યાન યોજાયેલ સર્વાંગી તાલીમ કાર્યક્રમમાં કરાટે ,સ્કેટિંગ ,મહેંદી ,ચિત્ર, બ્યુટીપાર્લર ,ગ્લાસ પેઇન્ટિંગ, જીવન ઉપયોગી તાલીમ, સ્કાઉટ તાલીમ આ પ્રકારે ૧૮ કૌશલ્યમાં તાલીમ મેળવનાર ૬૬૧ વિદ્યાર્થીઓ પૈકી ઉત્તમ દેખાવ કરનાર ૪૦ બાળકોને પુરસ્કૃત કરવાનો કાર્યક્રમ યોજાયો .શ્રી યુ.આર.આશા ઝવેરી ફાઉન્ડેશન ના સહકારથી યોજાયેલ તાલીમમાં ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ નિયામક ડો. નલિનભાઈ પંડિત, જિલ્લા આરટીઓ અધિકારી અંકિતભાઈ પટેલ તથા શિશુવિહાર ના પ્રથમ ટુકડીના વિદ્યાર્થીની તથા સંસ્થાના પ્રાંગણમાં ૭૫ વર્ષથી ચાલતા ગ્રીસ્મ તાલીમ વર્ગના સાક્ષી મહાશ્વેતા બેને ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ક્રીડાંગણ તાલીમાર્થીઓએ વિવિધ કૌશલ્યનો નિદર્શન આપ્યું હતું.