ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ધરોઇ ડેમમાં ૧,૩૪,૭૨૭ કરોડ લિટર પાણીની આવક થઇ હતી. જેમાંથી ૭૩,૩૪૮ કરોડ લિટર પાણી નદી અને કેનાલમાં સિઝન દરમિયાન છોડવામાં આવ્યું હતું. નદી અને કેનાલમાં સિઝન દરમિયાન જે પાણી છોડવામાં આવ્યું હતું, જો તેનો સંગ્રહ કરીએ તો ડેમને ફરીવાર ૯૧ ટકા ભરી શકાય. સતલાસણા તાલુકાના ધરોઇ ડેમમાં ૮૦,૪૦૪ કરોડ લિટર પાણીને સંગ્રહ કરવાની ક્ષમતા છે. તેની સામે ચોમાસાની આખી સિઝન ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ૧,૩૪,૭૨૭ કરોડ લિટર પાણીની આવક ડેમમાં થઇ હતી. જેમાંથી ૭૧,૪૯૫ કરોડ લિટર પાણી સાબરમતી નદીમાં, જ્યારે ૧,૮૫૩ કરોડ લિટર કેનાલમાં મળી કુલ ૭૩,૩૪૮ કરોડ લિટર પાણી છોડાયું હતું. સરળ ભાષામાં સમજીએ તો નદી અને કેનાલમાં સિઝન દરમિયાન જે પાણીને છોડાયું હતું. ૧૧મી સપ્ટેમ્બરના સવારે ૬ વાગ્યા સુધીની ડેમની સ્થિતિ જોઇએ તો ડેમમાં ૭૭,૭૧૪ કરોડ લિટર એટલે કે ૯૬.૬૫ ટકા પાણીથી ધરોઇ ડેમ ભરેલો છે.