રાણપુરની મેઈન બજારમાં સ્પીડબ્રેકર મુકવા લોકમાંગ

539

બોટાદ જીલ્લાના રાણપુરમાં મેઈન બજારમાં પેવર બ્લોક નાંખીને રોડ તો બનાવવામાં આવ્યો પણ સ્પીડબ્રેકર નહી મુકવામાં આવતા વાહન ચાલકો બેફામ રીતે પોતાના વાહન ચલાવીને નિકળે છે અને અકસ્માત સર્જે છે.રાણપુરની મેઈનબજારમાં સ્પીડબ્રેકર મુકવા લોકમાંગ ઉઠવા પામી છે.જેમાં બસસ્ટેન્ડ થી રતનચોક સુધીમાં એક પણ સ્પીડબ્રેકર નથી.મેઈન બજારમાં શાકમાર્કેટ પાસે એકદમ સાંકડી બજારો હોય વાહન ચાલકો બેફામ રીતે વાહન ચલાવીને નિકળતા હોય છે.મેઈન બજારમાં અનેક ખાંચા અને ગલીઓ આવેલી છે. અવાર-નવાર જેના લીધે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જાય છે.મેઈન બજાર સાંકડી હોવાના કારણે બપોરના ૧૨ વાગ્યે અને સાંજના ૫ વાગ્યે લોકોની અવર જવર વધુ હોય છે અને વાહન ચાલકો બેફામ રીતે પોતાનું વાહન ચલાવીને નિકળે છે જેના લીધે અકસ્માતો થાય છે જેના લીધે ઘણીવાર મારામારી પણ થઈ જાય છે.બજાર સાંકડી હોવાથી વારંવાર ટ્રાફીક ની સમસ્યા જોવા મળે છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મેઈનબજારમાં સ્પીડબ્રેકર મુકવામાં આવે તેવી લોકો અને રાહદારીઓ દ્વારા માંગ ઉઠી છે.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleકચ્છના પ્રાગપુરમાં અહિંસાધામ પશુરક્ષા કેન્દ્ર ખાતે યોજાશે મોરારી બાપુનો પ્રેમયજ્ઞ