પાલીતાણાના વડાલ ગામ પાસે આવેલ એનિમલ કેર સેન્ટરમાં સિંહે વન વિભાગના કર્મચારી પર હુમલો કરતા ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે ભાવનગર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલીતાણાના વડાલ ગામ નજીક આવેલ એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલ જેસરના જંગલ વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત હાલતે મળી આવેલ સિંહને ખોરાક આપવા માટે ગયેલ વન વિભાગના ટ્રેકર ગીલાભાઇ નાનુભાઇ ડોડીયા પર સિંહે હુમલો કર્યો હતો. સિંહે કરેલા હુમલામાં ઇજાગ્રસ્ત ગીલાભાઇને સારવાર અર્થે ભાવનગર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.