હાલ સમગ્ર દેશમાં પદ્માવત ફિલ્મને લઈને વિવિધ સંગઠનો તેમજ સમાજમાં ફિલ્મની કહાનીમાં ઐતિહાસિક છેડછાડ કરીને રજૂ કરવાના આક્ષેપો સાથેના મુદ્દાઓને લઈને નારાજગી છે. જ્યારે કેટલાક મોટા શહેરોમાં તો આ મુદ્દે ઉગ્ર વિરોધ પણ દર્શાવાયો છે.
જ્યારે આજરોજ ગારિયાધાર શહેરમાં હિન્દુ સંસ્કૃતિ બચાવ સમિતિ દ્વારા આ ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટેની માંગણી સાથે એક રેલી કાઢીને મામલતદાર ગારિયાધારને આવેદન અપાયું હતું અને જણાવાયું કે ફિલ્મને ફિલ્મને લઈને વિવિધ સંગઠનો તેમજ વિવિધ સમાજની નારાજગી છે માટે ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે. જ્યારે આ બાબતે બહોળી સંખ્યામાં લોકો હાજર હતા અને સંપૂર્ણ કાયદો વ્યવસ્થા જળવાય તેવી રીતે શાંતિપૂર્ણ રેલી કાઢીને મામલતદાર ગારિયાધાર સમક્ષ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ વળી આ મુદ્દે મામલો ઉગ્ર ન બને તેવા હેતુથી ગારિયાધાર પીએસઆઈ, સીપીઆઈ પાલીતાણા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ હતો.