ધો.૧૦માં પૂરક પરીક્ષામાં બે વિષયની પરીક્ષા આપવા દેવામાં આવે છે. તથા ધો.૧૨ સાયન્સમાં પણ પૂરક પરીક્ષામાં બે વિષયની પરીક્ષા આપવા દેવામાં આવે છે. માત્ર ધો.૧૨ સામાન્ય પ્રવાહ (આર્ટસ તથા કોમર્સ) માં એક જ વિષયની પરીક્ષા આપવા દેવામાં આવે છે. જેના કારણે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું વર્ષ બગડે છે. અને તેને અન્યાય થઇ રહ્યો છે. જો ધો.૧૨ આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓને પણ બે વિષયની પરીક્ષા આપવા દેવામાં આવે તો વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે નહીં અને તેની કારકીર્દી ઉજ્જવળ બનાવી શકે.
ધો.૧૦ અને ૧૨સાયન્સના વિદ્યાર્થીઓને લાભ મળતો હોય અને તેઓ બે વિષયની પરીક્ષા આપી અને પોતાનું ભવિષ્ય સુધારી શક્તા હોય તો સામાન્ય પ્રવાહ (આર્ટસ તથા કોમર્સ) વિદ્યાર્થીઓને શા માટે આ લાભ મળતો નથી ? ત્યારે સા.પ્ર.ના વિદ્યાર્થીઓને પણ બે વિષયની પૂરક પરીક્ષા દેવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.