કુલદીપ પાછો ફૉર્મમાં આવી ગયો, ભારતને ઘણો ફાયદો થશેઃ ચહલ

664

કુલદીપ યાદવને વર્લ્ડ કપ પૂર્વે પોતાનું બૉલિંગ ફોર્મ થોડું પાછું પ્રાપ્ત કરવામાં ભારે રાહત અનુભવેલ યુઝવેન્દ્ર ચહલનું કહેવું હતું કે ભારત માટે આ સારા સમાચાર છે જેની પહેલી મેચ પાંચમી જૂને દક્ષિણ આફ્રિકા સામે રમાનાર છે. ચાઈનામેન બૉલિંગ કરતા કુલદીપે તેનો શ્રેષ્ઠ દેખાવ ન નોંધાવવા છતાં, બંગલાદેશ સામે અહીં પ્રેક્ટિસ મેચમાં ત્રણ વિકેટ લીધી હતી.

કુલદીપનો તાજેતરમાં ધનિક આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની ટી-૨૦ સ્પર્ધામાં દેખાવ બહુ મંદ રહ્યો હતો અને તેને તેની ટીમમાંથી પડતો મૂકવામાં પણ આવ્યો હતો. “કુલદીપે તેના આત્મવિશ્ર્‌વાસ સાથે ફરી સારી બૉલિંગ કરી હોવાથી મને ઘણો આનંદ થયો છે અને વર્લ્ડ કપ પૂર્વે ભારત માટે આ સારી વાત છે, એમ ચહલે કહ્યું હતું.

૨૮ વર્ષના ચહલે કહ્યું હતું કે તેની અને કુલદીપ વચ્ચે વિશ્ર્‌વાસ છે અને તેઓ બંને છેલ્લાં ૭-૮ વર્ષથી એકબીજાને જાણે છે તથા મેદાન બહાર બંને વચ્ચે સારી મિત્રતા છે. તેણે વધુમાં કહ્યું હતું કે મેચ પહેલા તેઓ બંને ચર્ચા કરી બૉલિંગ માટેની યોજના ઘડતા હોય છે.

Previous articleમાસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વર્લ્ડકપમાં કોમેન્ટ્રી આપશે
Next articleવાતાવરણ સારૂ રહ્યું તો સ્પીન બોલરોને ફાયદો થશેઃ સુરેશ રૈના