૨૦૧૧માં ભારતની ક્રિકેટ ટીમે જલવો બતાવીને દુનિયાને પોતાનો દમ બતાવી દીધો હતો. એ વખતે સુરેશ રૈના પણ ટીમમાં ખેલાડી રહી ચૂક્યાં હતા અને આ વખતની ટીમ માટે એનું માનવું એવું છે કે, આપણી પાસે એ બધુ છે કે જે એક ચેમ્પિયન ટીમને જરૂર હોય. આ વખતે ટીમની દરેક પરિસ્થિતિ સંભાળી શકે એવા ખેલાડી છે.
રૈનાએ બોલિંગ વિશે કહ્યું કે આપણે અત્યારે બોલિંગ બાબતે ઘણુ સારૂ કરી રહ્યાં છે. વિજય શંકર વિશે કહ્યું કે વધારે કંઈ ખબર નહીં પણ આશા છે કે એ નંબર ચાર પર વધારે સારૂ પરફોર્મન્સ આપી શકશે. પછી બેટિંગ વિશે વાત કરી કે આપણી પાસે ધોની અને હાર્દિક પંડ્યા પણ છે કે જે રમતને પોતાનાં પક્ષમાં કરી શકે છે. પછી હાર્દિક પંડ્યા વિશે રૈનાએ કહ્યું કે તે એવો ઓપનર છે કે જે અંત સુધી ક્રિજ પર ટકી રહે. રૈનાને હાર્દિક પાસે પણ વધારે અપેક્ષા છે.
રૈનાએ સ્પીન બોલરો વિશે કહ્યું કે જો વાતાવરણ સારૂ રહ્યું તો સ્પીન બોલરોને ફાયદો થશે. રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદનની જોડીનું કોમ્બિનેશન ભલભલાની ગેમ ફેરવી નાખવા માટે પૂરતી છે. આ બોલરોએ કેટલીય સફળતાઓ અપાવી છે. ધોની વિશે વાત કરતા રૈનાએ કહ્યું કે, ધોનીનો કોઈ તોડ નથી. આ વખતે એનો રોલ વધારે મહત્વનો છે. એનામાં જે ખાસ ગુણો અને વધારાનું જે ટેલેન્ટ છે એ ટીમને ફાયદો કરાવશે.