ICCનો નિયમ નથી માનતી ટીમ ઇન્ડિયા, BCCIને ફરિયાદ

652

ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ પહેલા આઇસીસી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)થી નારાજ થયું છે. રિપોર્ટ પ્રમાણે આઈસીસીએ બીસીસીઆઈને લેટર લખ્યો છે કે ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટ મીડિયા પ્રોટોકોલ ફોલો કરી રહ્યું નથી. ભારતીય ખેલાડીઓ મેચ પુરી થયા પછી મીડિયા ઝોનમાં જઈ રહ્યા નથી. બીજી ટીમના ખેલાડીઓ આ ઇવેન્ટમાં પહોંચે છે.આઈસીસીના નવા મીડિયા પ્રોટોકોલ પ્રમાણે દરેક ટીમે પોતાના બધા ખેલાડીઓને મીડિયા સાથે વાતચીત કરવા માટે મોકલવા પડે છે. આ કરાર ઉપર દરેક ક્રિકેટ બોર્ડે હસ્તાક્ષર કર્યા છે. જોકે ભારતીય ક્રિકેટ ટીમ આ નિયમનું પાલન કરી રહી નથી. જો કોઇ ટીમ પોતાના ૩-૪ ખેલાડીઓને મોકલે તો પણ આઈસીસી તૈયાર છે, પણ ભારતીય ટીમ આ નિયમના આધારે ચાલી રહી નથી. રિપોર્ટ પ્રમાણે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વોર્મઅપ મેચ પછી ભારતીય ટીમના ખેલાડીઓ મીડિયા સાથે વાતચીત માટે પહોંચ્યા ન હતા. જ્યારે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

આઈસીસીના ઇવેન્ટ હેડ ક્રિસ ટિટ્‌લે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી સામે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામેની મેચ પછી પોતાના ખેલાડીઓને મીડિયા ઇવેન્ટમાં મોકલ્યા હતા. આઈસીસીને ચિંતા છે કે જો ટીમ ઇન્ડિયા આવી રીતે મીડિયા ઇવેન્ટ્‌સમાં નહીં આવે તો બીજી ટીમના ખેલાડીઓ પણ આમ કરી શકે છે.

Previous articleવર્લ્ડ કપ :૨૭ વર્ષ બાદ દરેક ટીમ એક બીજા વિરુદ્ધ રમશે
Next articleઉડાણ માટે બજેટ વધારવા માટેની મોદીની તૈયારી શરૂ