ઉડાણ માટે બજેટ વધારવા માટેની મોદીની તૈયારી શરૂ

421

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સત્તારુઢ થઇ ચુક્યા છે ત્યારે નવી અવધિમાં મોદી કેન્દ્ર સરકારની ફ્લેગશીપ સ્કીમ ઉડાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે તેવી શક્યતા દેખાઈ રહી છે. મોટી સંખ્યામાં મધ્યમવર્ગના લોકોને ઉંડાણ ભરવાની તક આપવાની મોદી ધરાવે છે. મોદીની યોજના મુજબ તમામ લોકોને વિમાનમાં પ્રવાસ કરવાની તક આપવામાં આવશે. સામાન્ય નાગરિકો પૈકી દરેક વ્યક્તિ સસ્તા ભાડામાં વિમાનમાં પ્રવાસ કરી શકે તે માટે આ યોજના તૈયાર કરવામાં આવી ચુકી છે અને તેને અમલી પણ કરવામાં આવી ચુકી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઉડાણ સ્કીમને અમલી કરવામાં આવી ચુકી છે. આના ભાગરુપે મોટી સંખ્યામાં લોકોને રાહત આપવામાં આવી રહી છે. મળેલી માહિતી મુજબ આગામી ૧૦ વર્ષ સુધી આ યોજનાને વધુ આકર્ષક બનાવવામાં આવનાર છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા દરખાસ્ત તૈયાર કરી લેવામાં આવી છે. કેન્દ્ર સરકારની ફ્લેગશીપ સ્કીમ માટે વધારાના ફંડની માંગ કરીને દરખાસ્ત તૈયાર કરવામાં આવી ચુકી છે. અધિકારીઓના કહેવા મુજબ એડિશનલ ફંડની જરૂર ઉંડાણ સ્કીમને અમલી કરવા માટે રહેશે. એમ પણ જાણવા મળ્યું છે કે, સંબંધિત સત્તાવાળાઓની મંજુરી માટે આને રજૂ કરવામાં આવી ચુકી છે. તમામ રુટ ઉપર ઓપરેશનની શરૂઆત કરવામાં આવી રહી છે પરંતુ જે જગ્યાએ રિઝનલ કનેક્ટીવીટી ઉપલબ્ધ કરાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે ત્યાં આને પહેલા અમલી કરવામાં આવ્યા છે. ઉંડાણ સ્કીમને મોદીની મહત્વકાંક્ષી સ્કીમ તરીકે જોવામાં આવ છે. ઉડાણ સ્કીમ હેઠળ સસ્તામાં એર ટિકિટ આપવામાં આવે છે. આમા ટિકિટની કિંમત નાના શહેરોને જોડનાર રુટ ઉપર ૨૫૦૦ રૂપિયા રાખવામાં આવ્યા છે. ઉડાણ બિડિંગના પ્રથમ રાઉન્ડમાં માર્ચ ૨૦૧૭માં સરકારે ૪૩ અન રિઝર્વ સ્થળો માટે પાંચ એરલાઈનોને ૧૨૮ રુટ આપવામાં આવ્યા હતા. ૩૨૫ રુટ પસંદગીના એરલાઈન ઓપરેટરોને જાન્યુઆરી ૨૦૧૮માં આપવામાં આવ્યા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાન્યુઆરી મહિનામાં ૨૩૫ રુટ ૧૮૯ રુટ ઉપર આપવામાં આવ્યા હતા. આરસીએસ હેઠળ ૧૮૯ રુટ આપવામાં આવ્યા હતા. ૪૬ ટ્યુરિઝમ રુટ આ સ્કીમને ત્રીજા તબક્કા હેઠળ એરલાઈનને આપવામાં આવનાર છે. શરૂઆતના વર્ષોમાં કોઇપણ સ્કીમને અસરકારકરીતે અમલી કરવામાં સફળ લાગે છે. ઇન્ડિગો અને સ્પાઇસ જેટ જેવી એરલાઈન્સ તેમના કાફલામાં વધુ વિમાનો ઉમેરી રહ્યા છે જેથી આગામી દિવસોમાં ઉડાણમાં લોકોને વધુ તક મળશે.

Previous articleICCનો નિયમ નથી માનતી ટીમ ઇન્ડિયા, BCCIને ફરિયાદ
Next articleઉત્તરપ્રદેશ લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધી ૨૫ : ઉંડી તપાસ