શેરબજારમાં હાલમાં તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. મોદી સરકાર ચાવીરુપ સાથી અરુણ જેટલી વગર બીજી ઇનિંગ્સ શરૂ કરવા જઇ રહી છે ત્યારે આ વખતે અર્થતંત્ર ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત રહેશે. ભારતીય જનતા પાર્ટીએ હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ૫૪૫ સીટ પૈકી ૩૦૩ સીટો જીતી લીધી હતી. આની સાથે જ મોદી બીજી વખત વડાપ્રધાન તરીકે સત્તારુઢ થયા છે. નાણામંત્રી અરુણ જેટલી આ વખતે મેદાનમાં રહેશે નહીં. આગામી સરકારમાં સામેલ નહીં થવાનો નિર્ણય જેટલી કરી ચુક્યા છે.મોદીએ સામાન્ય ચૂંટણીમાં આ મહિનામાં જ રેકોર્ડ સફળતા મેળવી છે અને ૩૦૩ સીટો જીતીને જોરદાર સપાટો બોલાવ્યો છે. શપથવિધિમાં પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી. અર્થતંત્ર ઉપર આ વખતે નવા નાણાંપ્રધાનની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. જાણકાર લોકોના કહેવા મુજબ આ વખતે જેટલી નથી જેથી નાણામંત્રી તરીકે કોણ રહેશે તેને લઇને પણ ભારે સસ્પેન્સની સ્થિતિ રહેલી છે. અર્થતંત્ર ઉપર આ વખતે શેરબજારની ચાલ કેવી રહેશે તે બાબત ઉપર તમામની નજર રહેશે.