અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો હોવાનો વધુ એક પુરાવો મળી રહ્યો છે. જેના પુરાવા દિવસેને દિવસે મળી રહ્યાં છે. ત્યારે યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો છે. વાત છે અમદાવાદના કહેવાતા એવા પોશ વિસ્તાર એવા થલતેજ વિસ્તારની. એક સગીરા મોર્નિંગ વોક કરીને ઘરે જતી એ સમયે એક શખ્સે તેની છેડતી કરી હતી. સગીરા મોર્નિંગ વોક કરી ઘર તરફ જઈ રહી હતી એ સમયે એક બાઈક સવાર પાછળથી આવ્યો હતો. અચાનક પાછળથી આવીને બાઈક સવાર સગીરાની શારીરિક છેડતી કરીને ફરાર થયો હતો. ત્યારે આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. તો સગીરાએ ગભરાયા વગર પોતાના ઘરે આ બાબતની જાણ કરી અને પરિવારે તેને હિંમત આપીને પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.
સોલા પોલીસે ફરિયાદ નોંધી આ મામલાની તપાસ શરૂ કરી હતી. જેમાં સોસાયટીની સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. જેમાં બાઈક નંબરના આધારે પોલીસ આરોપીની ધરપકડ કરી હતી. આરોપી બાઈક સવારને સેન્ટ્રલ જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો છે. આરોપી પાર્શ્વ શ્રેયાંસ શાહ હોવાનું સામે આવ્યું હતું અને થલતેજ વિસ્તારમાં જ રહે છે અને આશ્રમ રોડ પર ગેરેજ ધરાવે છે.