વડોદરા કલાનગરી છે, અને વિશ્વ સહિત દેશભરનાં બનતી ઘટનાંઓ સહિત ઘાર્મિક તેહવારોને કલાકારો કેનવાસ પર કંડારી પોતાની લાગણીઓ વ્યકત કરતા હોય છે. ત્યારે વડોદરામાં ફાઇન આર્ટસનાં કલાકારો માતા અને પુત્રીએ નરેન્દ્ર મોદીનાં વિજયોત્સવને અનોખી રીતે કલાનાં માઘ્યમથી વ્યકત કરી. નરેન્દ્ર મોદીનાં કાર્યોથી પ્રભાવિત વડોદરાનાં જયુબેલીબાગ પાસે રેહતા ઇન્દુબેન પંડયા અને તેમની પુત્રી કુમકુમ પંડયા ફાઇન આર્ટસનાં વિર્ઘાથીઓ રહી ચુકયા છે.