ભાવનગર-રાજકોટ હાઈવે પર દેરડી ગામ નજીક ટ્રક અને બાઈકનો અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવાન ૧૦૮માં ફરજ પર જતા હતા તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ ચીતલ ૧૦૮માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વાલજીભાઈ કરમટીયા પોતાનું બાઈક લઈ ચીતલ પાસ ેફરજ પર જતા હતા તે વેળાએ દેરડી ગામ પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા ૧૦૮ સેવા દ્વારા ૧૦૮ના ઈજાગ્રસ્ત ડ્રાઈવર વાલજીભાઈએ સારવાર અર્થે લાઠી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.