તંબોળીયા ગામેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના દરવાજાઓની આગળ જ ૫૦ ફૂટ ઉપરાંતનું મસમોટું ગાબડું પડેલું યથાવત છે. ચોમાસું નજીક છે ત્યારે ભારે વરસાદ થાય તો આખા તંબોળિયા ગામને ખતરો થઈ શકે છે. કેનાલના ગાબડા બાદ પણ સરકારીબાબુઓ અગાઉથી કોઈ પગલા ભરવા તૈયાર નથી અને સરકારનું કાંઇ સંભળાતું ના હોય તેવું દેખાઈ રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા નિગમ મુખ્ય કેનાલ તંબોળિયા નજીક સી.આર.સાંકળ. ૩૩૩. ૮૪૮ નંબર પર આવેલા દરવાજાની ધમધમતા પ્રવાહની બહાર ૫૦ ફુટ મોટું ગાબડું પડેલું છે. બે માસથી બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ છે. રિપેરિંગ કરવાનો સમય ચાલી રહ્યો છે.
નર્મદા કેનાલના કર્મચારીઓ ઘોર નિંદ્રામાં પડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહી છે. જો પ્રથમ વરસાદ આવતાની સાથે જ કેનાલ ટુટે તો ૨૦૧૭ની અતિવૃષ્ટિમાં ખારીયા ગામની કેનાલ તૂટતા જે પરિસ્થિતિ થઈ હતી તેના કરતા પણ વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. કેનાલમાં પડેલા ગાબડાનું રિપેરિંગ કરી અગાઉથી પગલા ભરવામાં આવે તેઓ તંબોળિયાના ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. હાલની સરકારમાં તંત્ર લાપરવાહી વગર ચાલતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહી છે