વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી વારની સપથ વીધીને લઇને વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત ફેશન ડિઝાઇનર સ્ટુડન્ટો દ્વારા એક અનોખી રીતે મોદીની સપથ વીધીને વધાવી લીધી હતી. સુરતમાં ખાસ આ વિદ્યાર્થિનીઓ દ્વારા ડેનીમ મટીરયલ્સના વેસ્ટ માથી ૧૨ બાય ૧૪ની મોદીનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થિનીઓ દ્વારા કેક કાપીને પણ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.