ઓવર સ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા માટે અદ્યતન ેંજી ટેકનોલોજી આધારિત સ્પીડ ગનનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં આ સ્પીડગનનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે.ગુજરાતમાં થતા માર્ગ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવા માટે માર્ગ અકસ્માતોનું ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ભાગના અકસ્માત માત્ર ઓવરસ્પીડના કારણે થતા હોવાનું સામે આવ્યું છે. ઓવરસ્પીડ ચાલતા વાહનો પર બ્રેક લગાવવા અને કડક કાર્યવાહી કરવા માટે રૂ.૩.૯૦ કરોડના ખર્ચે ેંજી બનાવટની અદ્યતન ટેક્નોલોજી આધારિત ૩૯ સ્પીડગન ખરીદી છે. જેમાંથી ૫ સ્પીડગન અમદાવાદને ફાળવવામાં આવશે. જ્યારે બાકીની સ્પીડગન તમામ જિલ્લાઓના ટ્રાફિક પોલીસ મથકને ફાળવવામાં આવશે.રૂ. ૧૦ લાખની કિંમતની અદ્યતન ટેક્નોલોજી ધરાવતી આ સ્પીડગન એક હાઈટેક સ્પીડગન છે. જે એક સેકન્ડમાં ૩ વાહનોની એક કિલોમીટર દૂરથી જ સ્પીડ માપી શકે છે. આ સ્પીડગનની રેન્જ ૦ થી ૩૨૦ કિમી પ્રતિકલાક સુધીની ઝડપ માપી શકે તેવી ક્ષમતાની છે. ઓવર સ્પીડ વાહનનાં ચાલકોને પુરાવા સાથે ઈ-મેમો પણ મોકલી શકાશે અને આ જ સ્પીડ ગનથી ઓન ધ સ્પોટ ફોટો સાથેનો મેમો જનરેટ કરીને પણ આપી શકાશે. એટલું જ નહીં આ સ્પીડ ગનમાં વાહનોની સ્પીડનું વીડિયો રેર્કોડિંગ પણ સ્ટોર થતું રહેશે, જેથી ભવિષ્યમાં વાહનચાલક સાથે સ્પીડ બાબતની કોઈ બોગસ તકરાર ઉભી થાય તો પુરાવા પણ સ્પીડ ગનમાંથી જ મળી રહેશે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષક પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ સ્પીડ ગન સંબંધિત ત્રણ દિવસ તાલીમનું આયોજન ગુજરાત પોલીસ એકેડમી કરાઇ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતો દ્વારા તમામ જિલ્લામાં ટ્રાફિકને લગતી કામગીરી સંભાળતા ૨૦૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.
જેથી આવનારા દિવસોમાં અદ્યતન, આધુનિક અને પુરાવા સાથેની સ્પીડ ગનથી ગુજરાત રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાં ઓવર સ્પીડનાં કેસ કરી કડક દંડનીય કાર્યવાહી કરવાનું ચાલુ કરી ઓવરસ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવી શકાશે.