ઢસા રેલ્વે લાઇન નજીક રાત્રીનાં સમયે માટી ભરેલું ડમ્પર પલ્ટી જતા ભાગદોડ

615

ખનીજ માફિયા ઓ દ્રારા સુજલામ્‌ સુફલામ્‌ યોજના હેઠળ ઢસા આજુબાજુના વિસ્તારમાં થી રાત્રિના સમયે મોટાં વાહનો ઓવરલોડ ભરીને આખી આખી રાત રહેણાંક વિસ્તારમાંથીં પસાર થતાં હોય છે જેનાં કારણે અકસ્માતો ની સંખ્યામાં  પણ વધારો જોવાં મળી રહો છે ત્યારે  ગઇ રાત્રિના સમયે ડમ્પર સુતા મજુરો ઉપર ચડી જતાં મજૂરોમાં ભાગદોડ મચી જવા પામી હતી.  ત્યાં સૂતેલા મજુરો બાળકો મહીલા ઓ બચી ગયા હતા ઓવરલોડ માટી ભરેલ ડપર પલ્ટી મારી ગયું હતું. તંત્ર રંઘોળા અકસ્માત સર્જાયો હતો તેવાં અકસ્માત ની વાટ જોવે છે કે શું ! તેવી ચર્ચાઓ પંથકમાં થઇ રહી છે.

છેલ્લા ઘણાં દિવસો થી રાત્રિના સમયે મોટાં વાહનો ઓવરલોડ ભરીને આખી આખી રાત રહેણાંક વિસ્તારમાં થીં પસાર થતાં ગ્રામજનો માં પણ ભારે રોષની લાગણી જોવાં મળી હતીં. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે જવાબદાર સામે પગલાં ભરવામાં આવે અને રાતનાં સમયે ચાલતાં બે નંબર ના વહાનો બંધ કરવામાં આવે નહિંતર ગ્રામજનો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવશે તેમ ગ્રામ્યજનો દ્વારા જણાવવામાં આવેલ .

Previous articleએટ્રોસિટી એક્ટની ફરિયાદ રદ કરતો મહત્વપૂર્ણ ચુકાદો
Next articleગારીયાધાર મેમણ સમાજ દ્વારા ઇફતાર પાર્ટી