હેપ્પી યુથ ક્લબ દ્વારા ૨૬મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ૬૯માં પ્રજાસત્તાક દિન નિમિત્તે “હેપ્પી રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હ્તુ. આ રકતદાન શિબિરને પ્રોત્સાહક પ્રતિસાદ માટે કુલ ૬૧ યુનિટ રક્ત્ એક્ત્રીત થયુ હ્તુ.
આ રકતદાન શિબિર દરમ્યાન ગાંધીનગરના મેયર પ્રવિણભાઇ પટેલ ઉપરાંત કોપોરેટર્સ સર્વ હર્ષાબા ધાંધલ,પાયલબેન મેણાત, હિરલબેન જોષી, તેમજ સામાજિક અગ્રણીઆઓ સર્વ પ્રદિપસિંહ વાધેલા, ઉર્પલભાઈ જોશી, ઉમિયા ભવનના પ્રમુખ ભરતભાઇ પટેલ સહિત વિવિધ સામાજિક અગ્રણીઓએ હેપ્પી રક્તદાન શિબિરની મુલાકાત લઈ રક્તદાતાઓ તથા આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા. હેપ્પી રક્તદાન શિબિરને ગવર્મેન્ટ સાયન્સ કોલેજના એનસીસી અને એનએસએસ યુનિટ તથા અશ્વિનભાઈ કોમર્સ કોલેજના એનએનએસ યુનિટ, જુનિયર સિટીજન કાઉન્સીલ સહિતની અનેક સંસ્થાઆઓનો સહકાર પ્રાપ્ત થયો હતો.
શહેરના યુવાનોએ હેપ્પી રક્તદાન શિબિરમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પ્રજાસત્તાક દિનની ઉજવણીને સાર્થક કરી હતી. આ શિબિરમાં રક્ત એક્ત્ર કરવાની સેવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના સોજન્યથી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ની ટીમ દ્રારા આપવામાં આવી હતી ‘’કરકે યાદ શહિદો કા બલિદાન, રાષ્ટ્રસેવા કે લિયે કરે રક્તદાન ‘’ આ સુત્ર આધારિત હેપ્પી રક્તદાન શિબીરમાં હેપ્પી યૂથ ક્લબની હાકલને શહેરના યુવાથી માંડીને વરિષ્ઠ રક્તદાતાઓએ પણ વધાવી લીધી હતી. રક્તદાતાઓને રક્તદાન કર્યા બાદ ચ-કોફી-નાશતાની સુવિધા સાથે સર્ટિફિકેટ અને શુભેચ્છા ભેટ આપી સન્માનવામાં આવ્યા હતા. હેપ્પી રક્તદાન શિબિરના અંતે હેપ્પી યૂથ ક્લબ દ્વારા રાજવી ફૂડ કોર્નર સહિત તમામ સ્પોન્સર્સ, દાતાઓ, ઉમિયા ભવનના સંચાલકો, રેડક્રોસ સોસાયટી, સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમ, અન્ય સેવા આપનાર સ્વયંસેવકો તથા દરેક રક્તદાતાઓનો હ્રદયપૂર્વક આભાર માનવમાં આવ્યો હતો. હેપ્પી રક્તદાન શિબિરને સફળ બનાવવા સંસ્થાના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.