ગારીયાધાર મેમણ સમાજ દ્વારા પવિત્ર રમઝાન માસ નિમિત્તે આજરોજ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રાજકીય પક્ષના આગેવાનો, વિવિધ શાખાનાં કર્મચારીઓ સહિત સમાજના આગેવાનો વિગેરે એકસાથે ઇફતાર પાર્ટીમાં હાજર રહીને સામાજીક તથા કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.