અન અધિકૂત સિમેન્ટની થેલીનો જથ્થો ઝડપી લેતી દાઠા પોલીસ

904

તળાજા મહુવા હાઇવે પર દાઠા પોલીસ પેટ્રોલિંગ  દરમિયાન માહિતી મળી હતી તેના આધારે દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ગોહિલ. સ્ટાફના જી. બી. મકવાણા, ચંદ્ર શિંહ ઘનશ્યામ શિંહ ગોહિલ, જયરાજસિંહ ચુડાસમા સહીત નો સ્ટાફ મોડી રાત્રે પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મળી હતી તેના આધારે તપાસ કરતા તળાજા મહુવા હાઇવે પર હાજીપર ના પાટિયા નજીક પાધરીગામની સીમમાં આવેલા ઠાકરધણી હોટેલ મા તપાસ કરતા હોટેલ ની સામેના ભાગમાં ઓરડી મા૬૦ જેટલી સિમેન્ટ ની લુઝ થેલી પડેલ હોઈ જેથી માણસો સાથે રાખી પંચનામું કરી હોટલના માલિકનુ નામ પુછતા નાજુભાઈ પાચુભાઈ ભુવા ઉ. વ. ૨૦ રે. પાધરી તા. તળાજા  જણાવેલ અને હોટલના માલિક ભુરાભાઈ રામભાઈ ભુવા ઉ. વ ૩૮  રે. પાધરી તા. તળાજા નો ભત્રીજા છૂ એમ જણાવ્યું હતું અને તેના કાકા ની હોટેલ નુ દેખરેખ રાખતો હોવાનુ દાઠા પોલીસે ને જણાવ્યું હતું દાઠા પોલીસ સ્ટાફે ૬૦ થેલી લુઝ  જેમા  એક થેલી મા ૪૦ કીલો વજન જે કૂલ ૬૦ થેલી નો વજન ૨૪૦૦ કીલો હોઈ અને તમામ થેલી ના મોઢા ખુલ્લા હોઈ તેનુ બીલ આધાર પુરાવા માગતાનહી હોવાનું જણાવ્યું હતું જેથી એક થેલી ની કિંમત ૨૦૦ લેખે રૂ. ૧૨૦૦૦કિમત નો જથ્થો તેમજ થેલી પેક કરવાનુ મશીન એપીએલ કંપની નુ ઈલેક્ટ્રોનિક લાઈટથી ચાલતુવાયર સહિતનુ૨૦૦૦ હજાર નુ કુલ૧૪. ૦૦૦ નો મુદામાલ છળકપટ અને ચોરી છુપીથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા આપીસી કલમ ૧૦૨મુજબ કબજે કરેલ અને પંચોની હાજરીમા કલમ૪૧(૧)એડી મુજબ  આરોપી ની કાયદેસર ધરપકડ કરી મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને પોલીસ સ્ટેશન મુદામાલ અને આરોપી ને લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ગોહિલ ચલાવી રહ્યા છે.

Previous articleઘોઘા તા.પં.સરાહનિય કામગીરી કરનાર કર્મીઓનું સન્માન કરાયું
Next articleઘોઘા તા.પં.ની સાધારણ સભામાં વિકાસ કાર્યો માટે ગ્રાંટની મંજુરી