ઘોઘા તા.પં.ની સાધારણ સભામાં વિકાસ કાર્યો માટે ગ્રાંટની મંજુરી

564

ઘોઘા તાલુકા પંચાયત ની સામાન્ય સભા ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાય, જેમાં  વર્ષ ૨૦૧૮/૧૯ ના વાર્ષિક ખર્ચને બહાલી આપવામાં આવી,મનરેગા વર્ષ ૨૦૧૯/૨૦ લેબર બજેટ મંજુર કરવામાં આવ્યું,સ્ટેમ્પ ડ્યૂટી ની ગ્રાન્ટ બજેટમાં  જોગવાઈ અનુસાર વિકાસના કામો માટે મંજૂરી આપવામાં આવી,સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા,તાલુકા પંચાયત ઉપપ્રમુખ જાગુબેન ગોહિલ,કારોબારી સમિતિના ચેરમેન વનરાજસિંહ ગોહિલ,ન્યાય સમિતિના ચેરમેન નૂરજહાબાનું મકવા,જિલ્લા પંચાયત સદસ્ય સુરજીતસિંહ ગોહિલ,પૂર્વ પ્રમુખ જિજ્ઞાબા ગોહિલ, ટી.પી. ઓ.ડી.કે.ઉપાધ્યાય, તાલુકા પંચાયત સદસ્યો ડાયાભાઇ બથવાર ,વિરમદેવસિંહ ગોહિલ, નરેન્દ્રભાઈ મકવાણા, સાવિત્રીબેન ગોહિલ, ભારતીબેન કંટારીયા, મધુબેન દિહોરા, મનહરબા ગોહિલ, દક્ષાબેન ડાભી, ચંદુભા ગોહિલ, સુરુભા ગોહિલ,રધાભાઈ લાઠીયા હીનાબા ગોહિલ સહિત સદસ્યો,વિસ્તરણ અધિકારી મહેન્દ્રસિંહ ચુડાસમા, જી.એસ. જાડેજા, એ.સો. નીલમબેન કાઝી, એ.ટી.ડી.ઓ. અનિરુદ્ધસિંહ ગોહિલ, એકાઉન્ટન્ટ રોહિતસિંહ, વિસ્તરણઅધિકારી વાઘેલાભાઈ, તાલુકા પંચાયત ના કર્મચારી સહિત પીજીવીસીએલ, સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Previous articleઅન અધિકૂત સિમેન્ટની થેલીનો જથ્થો ઝડપી લેતી દાઠા પોલીસ
Next articleતલગાજરડા ખાતે મોરારિબાપુનાં હસ્તે કવિ જવાહર બક્ષીનાં પુસ્તકનું વિમોચન