વોટર વર્કસ કમિ.બેઠકમાં પાણી પ્રશ્ને તંત્રને પૂછપરછ કરતા ધામેલીયા
ભાવનગર મહાપાલિકા વોટર વર્કસ કમિટી બેઠક ચેરપર્સન જલવીકાબેન ગોંડલીયાના અધ્યક્ષપદે મળેલ આ બેઠકમાં ડે.ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા ભાવનગર મહાપાલિકા વોટર વર્કસ કમિટી બેઠક ચેર પર્સનલ જલવીકાબેન ગોંડલીયાના અધ્યક્ષપદે મળેલ આ બેઠકમાં ડે.ચેરમેન ધીરૂભાઇ ધામેલીયાએ શહેરની પીવાના પાણી પ્રશ્ને ચિંતા વ્યક્ત કરતા તંત્રને એવી પૂછપરછ કરી હતી કે, શહેર માટે કેટલો પાણી પૂરવઠો મળે છે. વિતરણ કેટલા એમએલડી પાણી પૂરવઠો થાય ચે. તેનો તંત્ર પાસેથી જવાબ માગ્યો હતો. બેઠકમાં ેેહિતેશભાઇ સોલંકી, અનિલ ત્રિવેદી, કાંતાબેન બોરીયા વિગેરે હાજર રહેલ. બેઠકમાં ફિલ્ટ્રેશન પ્લાન્ટ ખાતે પાણી શુધ્ધીકરણ વિગેરે મુદ્દે ચર્ચા થઇ. વો.એ. દેવમોરારી હાજર રહ્યા હતા. પાણીપ્રશ્ને લાંબી ચર્ચા ચાલી હતી.
જમનાકુંડ વિસ્તારના બે રસ્તાઓ રૂા.૧૩ લાખ ઉપરાંતના ખર્ચે થશે
જમનાકુંડ કોમ્યુનીટી હોલ ચોકથી શિશુવિહારના દરવાજા પાસેનો બિસ્માર રસ્તો અને જમનાકુંડ ચોકથી મટન માર્કેટ રસ્તો ફરનીચર દુકાન સુધી રૂા.૧૩ લાખ ઉપરાંતના ખર્ચે રીપેર થશે. આ રસ્તા મુદ્દે છેલ્લા ત્રણ વર્ષ જુની ફરિયાદ હોય હવે આ વિસ્તારના બંને રસ્તા થશે.
ભાવનગર મહાપાલિકાના પેન્શનર કર્મચારીઓ જોગ
ભાવનગર મહાપાલિકાના નિવૃત્ત પેન્શનર કર્મચારીઓને જુન-૨૦૧૯ માસ દરમ્યાન ભાવનગર મહાપાલિકાના એકાઉન્ટ વિભાગમાં આધારકાર્ડની નકલ, મોબાઇલ નંબર તેમજ પેન્શન કોડ માટે પીપીઓ બુક સાથે હયાતી કરાવી જવા નોંધ લેવી તેમ ચીફ એકા. અધિકારીઓ એ જણાવ્યુ ંછે.
બીઝનેસ સેન્ટર પાસેની ગંદાપાણીની ફરિયાદ હલ કરવા કમિ. પાસે રજુઆત
ઘોઘાગેઇટ ચોક બીઝનેસ સેન્ટર ગંગાજળીયા તળાવ કુવા પાસે ચોક પાસે ગટર ઉભરાતા ભારે ગંદકી કચરો થતા આ ગંદો કચરો અને ગંદાપાણીનો નિકાલ કરવા કમિશ્નર સુધી ફરિયાદ થતા આ લત્તાની સફાઇ ડ્રેનેજ વિભાગ દ્વારા તાકિદે કરાય તેવી લોકમાંગ ઉઠી ચે. ડ્રેનેજનું ગંદુ પાણી જમા થતા માખી મચ્છરો પણ ત્રાસ વધી પડ્યો છે.
સિંધુનગર નાનુસર્કલ દત્તક આપવામાં આવશે
સિંધુનગર આવેલ મોક્ષ મંદિરના રોડ ઉપર ચાર રસ્તા ચોક વચ્ચે આવેલ નાનુ સર્કલ દત્તક લેવા સિંધુનગર અમર શહિદ હેમુ કાલાણી સિંધુ યુવા સંઘે રજુઆત કરેલ હોય આ સર્કલ ડેવલપ કરવા પાંચ વર્ષ માટે દત્તક આપવામાં આવશે.
જવાહર બાલવાટીકા માછલીઘર મુદ્દે સેવાસદન નિર્ણય કરશે
જવાહર બાલવાટીકામાં રહેલ માછલીઘર ઓ.એન્ડ. એમ પદ્ધતિથી ચલાવવા ભાવનગર મહાપાલિકાને શરતોને આધિન રહી નિર્ણય થશે. આ કરાર પાંચ વર્ષ માટે થશે જેમાં માછલીઘર અલગથી ચલાવવા દેવા માટે ટીકીટના દર રૂા,૫ રાખવામાં આવેલ. જેમાં રૂા.૩ દત્તક લેનાર એજન્સીને તથા રૂા.૨ ભા.મ.ન.પા.ને મળે તેવો નિર્ણય થવામાં છે.
અટલ બિહારી વાજપાઇ હોલ અંગે નિર્ણય થશે
અટલ બિહારી વાજપાઇ ઓપન એરથીએટર ત્રણ વર્ષ માટે ઓપરેશન તથા મેઇન્ટેનન્સ ચલાવવા ટેન્ડર પ્રક્રિયા આ અંગે સ્ટે.કમીટીમાં બેઠકમાં નિર્ણય થનાર છે.
સિંધુ નગર વિસ્તારમાંથી લેવાયેલા દૂધનો નમૂનો
ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગે ગાંધીનગરની સૂચનાથી સિંધુનગર વિસ્તારમાંથઈ દુધનો એક પેક નમૂનો લઇને આરોગ્ય વિભાગે ધોરણસરની કાર્યવાહી હાથ ધર્યાનું સેવાસદન વર્તુળે જણાવ્યું છે.
ગારી.સેવા સહ.મંડળીની સાધારણ સભા
ગારીયાધાર તાલુકાની સેવા સહકારી મંડળીની ૬૪મી વાર્ષિક સાધારણ સભા મંડળીની ઓફીસે રાખેલ મંડળીના પ્રમુખ કેતનબાપુ કાત્રોડીયા સભાના પ્રમુખ લાલજીભાઇ પી. રોયના સ્થાને યોજાયેલ મંડળીના મંત્રી હિરેનભાઇ એન. નાકરાણી વર્ષ ૧૮-૧૯ ના હિસાબો વંચાણે લઇ, મંડળીના સભાસદોને ૧૦ ટકા ડીવિડન્ડ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. મંડળીએ વર્ષ ૧૮-૧૯ માં ૬,૭૦,૦૦૦ નો નફો કરેલ છે. ગામના ૫૦૫ સભ્યો પૈકી ૪૩૦ સભાસદોને ચાર કરોડ ઉપરાંતનું ધિરાણ કરેલ છે.