શહેરમાં વધતા જતા વૃક્ષોના કારણે ગરમી ઓછી પડે છે : દેવેનભાઇ શેઠ

775

શહેરમાં એરપોર્ટ રોડ ઉપર સવારે એ વિસ્તારમાં લોકોને મોર્નીંગ વોક કરવા તથા સાંજે પોતાની સંધ્યાકાળે પહોંચેલા વૃધ્ધજનોને પોતાના મિત્રો પરિવાર સાથે બેસીને આનંદલેવા માટે ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા જોગર્સ પાકે બનાવવામાં આવેલ્‌ ે. જોગસ પાર્ક  અંદર ઘણા વૃક્ષો નાખવામાં આવ્યા હોવાથી અંદર હરીયાળો લાગી રહ્યો છે. જોગસ પાર્ક અંદર ઘણા વૃક્ષો નાખવામાં આવ્યા હોવાથી અંદર હરીયાળો લાગી રહ્યો છે. તો ગ્રીનસીટી સંસ્થા દ્વારા આ જોગર્સ પાર્કની બહારની બાજુએ લગભગ  ૨૧  જેટલા ગુલમહોરના વૃક્ષો નાખવામાં આવ્યા છે. જેના કેસરી રંગના ફુલો જોગર્સ પાર્કની શોભામાં વધારો વધારો કરી રહ્યા છે. દેવબાગ વિસ્તારાર્પણ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા જોગસપાર્કની બહારની બાજુએ ગ્રીનસીટી સંસ્થા દ્વારા આશરે ૯૦ જેટલા વૃક્ષો નાખવામાં આવ્યા છે. ઝડપભેર મોટા થઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા નાખવામાં આવેલ મોટી સંખ્યામાં લીમડાના વૃક્ષો તથા ગ્રીનસીટી સહિતની અનેક પર્યાવરણીય સંસ્થાઓના સરહાનીય પ્રયાસને કારણે ભાવનગર ધીમે ધીમે હરીયાળુ ં શહેર બનતું જાય છે. અને ચાલુ વર્ષે મે મહિના દરમ્યાન શહેરમાં ગરમી પણ ૪૨ ડીગ્રી ને પાર નથી ગઇ અને ગુજરાતના અનેય શહેરોની સરખામણીએ ભાવનગર શહેરમાં ગરમી ઓછી પડી રહી છે. ે જે વધતા જતા વૃક્ષોનું નપરિણામ છે. તેમ ગ્રીનસીટીના દેવેનભાઇ સેઠે જણાવ્યું હતું.

Previous articleપીપાવાવ પોર્ટની અંદર આવેલી ગેસ કંપનીઓનાં ટેન્કરો ક્યારેક જીવલેણ અકસ્માત સર્જી શકે છે
Next articleવાહન ચોરીનાં ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી ઝબ્બે