આજરોજ એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. બારોટના માર્ગદર્શન હેઠળ એસઓજી,એલસીબીના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન એસઓજી સ્ટાફને મળેલ બાતમી આધારે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી શિવો ઉર્ફે સાગર ઉર્ફે વાઘરી (દે.પૂ.)જીકાભાઇ ઘોઘારી (ઉ.વ.૨૨) રહેવાસી માધવ દર્શન કોમ્પલેક્ષ સામે રાધામંદિર પાસે ખાંચામાં ભાવનગર વાળાને ઘોઘારોડ શ્રમજીવી અખાડા પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.