રબ્બર ફેકટરી સર્કલમાં મુકાયેલ ગુરૂનાનક દેવની મૂર્તિ હટાવાઇ

902

ભાવનગર શહેરમાં રબ્બર ફેકટરી સર્કલનું નામકરણ કરીને ગુરૂનાનક સર્કલ નામ આપવામાં આવ્યું હતું. જે બાદ ત્યાં ગુરૂનાનક ભગવાનની મૂર્તિ મુકવામાં આવી હતી. સિંધી રસાલા કેમ્પમાં આવેલા ગુરૂદ્વારાએ મૂર્તિ મૂકી હતી જેમાં સિંધી સમાજના નગરસેવકો પણ મૂર્તિ મુકવાના પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુરૂનાનક ભગવાન સિંધી સમાજના આરાધ્ય દેવ હોવાથી પંજાબ, અમૃતસર દ્વારા મૂર્તિ મુકી હોવાનું સામે આવતા સ્થાનિક ગુરૂદ્વારાને જાણ કરીને સર્કલમાંતી મૂર્તિને હટાવી લેવા જણાવ્યુ ંહતું. જો કે ગઇકાલે દિવસ દરમ્યાન જાગેલા વિવાદને પગલે ભાવનગર રસાલા કેમ્પના ગુરૂદ્વારાના ટ્રસ્ટે કંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. વકરેલા વિવાદ બાદ ગઇકાલે મોડી રાત્રે ગુરૂનાનક ભગવાનની મૂર્તિને હટાવી લેવામાં આવી હતી. સિંધી સેનાના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે સિંધી સમાજના ગુરૂનાાનક ભગવાન છે.  અને તેમની પ્રતિમા જાહેરમાં મુકી શકાય નહીં. તેમજ મૂર્તિ પૂજાનો પણ સિંધી સમાજમાં વિરોધ છે. ત્યારે દેશમાંથી અલગ અલગ આવેલા સંદેશાઓને પગલે મૂર્તિને હટાવીને મંદિરમાં મૂકી દેવામાં આવી છે. ગુરૂનાનક ભગવાનની મૂર્તિ પૂજા સિંધી સમાજમાં થતી હોવાથી મુકાયેલી મૂર્તિના ફોટા સોશિયલ મીડીયામાં વાયરલ થતા હતા. જે બાદ ગુરૂનાનક ભગવાનના મૂળ સ્થળ પંજાબ અમૃતસર ગુરૂદ્વારાએ ભાવનગના સ્થાનિક ગુરૂદ્વારાને મૂર્તિ હટાવવાનો આદેશ કર્યો હતો.

Previous articleવાહન ચોરીનાં ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી ઝબ્બે
Next articleપરણિતાને જીવતી સળગાવી દેનાર પતિ અને પ્રેમિકાને આજીવન કેદ