ભારતના ગીતોની લોકપ્રિયતા બાદ દિશા પટની રોમાંચિત છે

652

સલમાન ખાનની સાથે ફિલ્મ ભારત રજૂ કરવામાં આવ્યા બાદ દિશાની કેરિયરમાં જોરદાર તેજી આવી શકે છે. કારણ કે ફિલ્મના ગીતો જોરદાર લોકપ્રિયતા મેળવી રહ્યા છે.  દિશા પાટનીને બોલિવુડમાં આવ્યાને વધારે સમય થયો નથી પરંતુ તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરનાર દિશા સોશિયલ મિડિયા પર ખુબ જ સક્રિય રહે છે. તે સોશિયલ મિડિયા પર વધારે હોવાથી તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૪ મિલિયન ફોલોઅર્સ રહેલા છે. આ સંખ્યા સતત વધી રહી છે. તે પોતાના ખુબસુરત, હોટ, અને બોલ્ડ ફોટો હમેંશા ફેન્સમાં શેયર કરતી રહે છે. આ જ કારણસર તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેની હોટનેસ અને ખુબસુરતીના કારણે ચાહકોમાં તે દિન પ્રતિદિન લોકપ્રિય થઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવેલા દિશાના ફોટો અને વિડિયો પર લાખો લાઇક્સ અને કોમેન્ટ કરવામાં આવી રહ્યા છે.દિશાએ હવે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ પોસ્ટમાં એક બુમરેંગ વિડિયો રજૂ કર્યો છે. જેમાં તે ખુબસુરત અને બોલ્ડ નજરે પડી રહી છે. અલબત્ત આ વિડિયો એકદમ નવો નથી પરંતુ તે વધારે જુનો પણ નથી. દિશાના બુમરેંગ વિડિયોને ૧૦ લાખથી વધારે લાઇક્સ મળી ચુક્યા છે.

મોટી સંખ્યામાં લોકો આના પર કમેન્ટ કરી રહ્યા છે. તેની ખુબસુરતીની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. દિશષાએ બોલિવુડમાં એન્ટ્રી કરતા પહેલા તે વર્ષ ૨૦૧૫માં તેલુગુ ફિલ્મમાં નજરે પડી હતી. ત્યારબાદ તે ધોની પર બનેલી ફિલ્મમાં નજરે પડી હતી. તે ચાઇનીઝ કુંગ ફુ ધ યોગામાં પણ નજરે પડી હતી. તે સલમાન ખાનની સાથે ભારત નામની ફિલ્મમાં કામ કરી રહી છે.

Previous articleમિથુન- કબીર સિંઘના નવા ગીત, તૂજે ’કિતના ચાહને લગે’ માટે અરજીતે સાથે આપ્યો!
Next articleમીના કુમારીની ફિલ્મને લઇને સની મૌન