પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

1480
gandhi2812018-3.jpg

પ્રદેશ મીડીયા સેલ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા ૨૬ જાન્યુઆરીને શુક્રવારના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે ૦૯.૦૦ કલાકે ધ્વજ વંદનનો કાર્યક્રમ પ્રદેશ કાર્યાલય, “શ્રી કમલમ” ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે.જાડેજાના વરદ હસ્તે પ્રદેશ આગેવાનો  અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. 
આ ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા,  મનસુખ ભાઇ માંડવીયા, પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી, પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્‌યા, પ્રદેશ મીડિયા સેલ કન્વીનર હર્ષદ પટેલ, સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી સહીત પ્રદેશ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleગાંધીનગર-સરખેજ હાઈવે પર કાર અકસ્માતમાં પિતા-પુત્રનું મોત
Next articleગાંધીનગર જિલ્લાના ૬૯ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દહેગામ ખાતે કરાઇ