સેક્સી કરિશ્મા કપુર પણ નવી ઇનિગ્સમાં ફ્લોપ પુરવાર થઇ

1027

વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી કરિશ્મા કપુર હાલમાં કોઇ ફિલ્મમાં કામ કરી રહી નથી. તે યોગ્ય ફિલ્મોની પટકથા હાલમાં વાંચી રહી છે. જો કે તે સારા રોલ કરવા માટે ઉત્સુક છે. તે બીજી ઇનિગ્સમાં ફ્લોપ સાબિત થઇ ગઇ હતી. જો કે હવે તે સહાયક અભિનેત્રી તરીકેની મોટી ભૂમિકા કરવા ઇચ્છુક છે. પિતા રણધીર કપુરે સંદીપ સાથે કરિશ્માના સંબંધને લઇને તમામ બાબતોને ફગાવી દીધી છે. બીજી બાજુ કેટલાક અહેવાલમાં એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે  હવે પોતાના નવા પ્રેમી સંદીપ તોસનિવાલ સાથેના તેના સંબંધને લઇને ગંભીર દેખાઇ રહી છે. આ સંબંધોના મામલે ટુંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. હવે એવુ લાગી રહ્યુ છે કે કરિશ્મા તેમના સંબંધોને હવે વધારે ગુપ્ત રાખવા માટે તૈયાર નથી. જો કે હાલમાં કરીના કપુરના જન્મદિવસે સંદીપ કરિશ્મા સાથે દેખાયો ન હતો. કાર્યક્રમમાં અનેક ટોચની સેલિબ્રિટી પહોંચી હતી. જેમાં કરીના કપુરની ખાસ ફ્રેન્ડ અમૃતા અને મલાઇકા અરોરા, સેફની બહેન સોહા અલી ખાન અને કૃણાલ કેમુ પણ પહોંચ્યા હતા.  સેફના આવાસ પર આયોજિત કરવામાં આવેલી પાર્ટી વહેલી સવારે ત્રણ વાગ્યા સુધી ચાલી હતી. અન્ય અનેક કલાકારો પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. સેફ અલી ખાન હવે નહીંવત ફિલ્મો કરી રહ્યો છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે કરિશ્મા કપુર વિતેલા વર્ષોમાં સુપર સ્ટાર અભિનેત્રી તરીકે રહી હતી. તમામ હિટ ફિલ્મોમાં તે રોલ કરી ગઇ હતી. પોતાની કેરિયરમાં તે શાહરૂખ ખાન, આમીર ખાન, સલમાન ખાન, ગોવિન્દા, અજય દેવગન અને અક્ષય કુમાર સહિત તમામ સ્ટાર સાથે ફલ્મોમાં નજરે પડી હતી. જો કે લગ્ન કર્યા બાદ તે ફિલ્મોથી દુર થઇ ગઇ હતી.

Previous articleપરણિતાને જીવતી સળગાવી દેનાર પતિ અને પ્રેમિકાને આજીવન કેદ
Next articleફિટનેસનો અર્થ ફૅડ ડાયેટ્‌સ નથી : નીતુ ચંદ્ર