સુરતના ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટસિંહ રાઠોડ ફરજ બજાવે છે. તાજેતરમાં ફરજ દરમિયાન સામાન્ય લોકો પાસેથી ચલણ કાપી રહ્યો હતો ત્યારે એક જાગૃત નાગરિક સાથે કિરીટસિંહ વાતચીત થઇ હતી. આ સમયે આ જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ કરી હતી.
વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે કિરીટસિંહ રાઠોડ ફરજ દરમિયાન કહે છે કે, અમને આ ફાવતું નથી. અમારે ક્યાં રિઝાઇન આપવાનું થાય છે. લૂંટવા જ આવ્યા છીએ. સરકારને લૂંટવા જ આવ્યા છીએ અને લૂંટવાની જ છે સરકારને. આ ઉપરાંત કિરીટસિંહ રાઠોડે વડાપ્રધાન મોદી અંગે પણ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
કિરીટસિંહનો આ વીડિયો વાયરલ થતાં ટ્રાફિક ડીસીપીને જાણ થઇ હતી. અને ડીસીપીએ તાત્કાલિક પગલાં લઇને હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રાઠોડને સસ્પેન્ડ કર્યો હતો. સાથે સાથે ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ સામે પણ ગુનો નોધાશે એવું સુત્રો જણાવી રહ્યા છે.