૩૧ મે  “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” નિમિત્તે મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા ભવ્ય ઊજવણી

618

આજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે મોડાસા ગાયત્રી પરિવારના સ્વયંસેવકો દ્વારા સવારમાં ગાયત્રી ચેતના કેન્દ્ર,મોડાસા  ખાતે એકત્રિત થઈ આજથી તમાકુમાંથી બનતી વ્યસનોથી ચીજો તેમજ આ સિવાયના પણ માનવજાતને બરબાદ કરતાં  તમામ પ્રકારના વ્યસનોથી માનવજાત ને થતી બરબાદીથી બચાવવા વ્યસનમુક્ત આંદોલનને તિવ્ર ગતિ આપવા સંકલ્પિત બન્યા. આજરોજ આ નિમિત્તે જનજાગૃતિનો ઉદઘોષ કરી. વ્યસનો શું છે ? તેનાથી બચવા માટે શું કરવું જોઈએ ? આ બાબતની ખૂબ જ સરસ માહિતી સમજાવતી પુસ્તિકા વિના મૂલ્યે જન જન સુધી પહોંચે તેવી ભાવના સાથે આજરોજ વ્યસન મુક્ત આંદોલનના શુભારંભ રુપે ૨૪૦૦ ઘરોમાં સ્વયંસેવકો દ્વારા રુબરુ સંપર્ક કરવામાં આવ્યો.

આ વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા  સમગ્ર ગુજરાતના ગાયત્રી પરિવાર યુવા સ્વયંસેવકો દ્વારા જન જન સુધી પહોંચે તેવી ભાવના સાથે મોડાસા ખાતે વ્યસનોથી માનવજાત ને થતી બરબાદી અને બચવા માટે શું કરવું જોઈએ તેવાં માર્ગદર્શન હેતુ વિશેષ પ્રદર્શની મોડાસા ખાતે  તૈયાર કરી ગુજરાતમાં તમામ તાલુકાઓમાં દાતાશ્રીના સહયોગથી વિના મૂલ્યે આપવામાં આવે છે તેમજ આ બાબતની વિશેષ જાણકારી  માટે ગુજરાતમાં ગાયત્રી પરિવારના સ્વયંસેવકોને પ્રશિક્ષણ આપવામાં આવેલ છે. આ પ્રદર્શની ફકત ૨૦ મિનિટમાં જ લગાવી શકાય છે. જેથી શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શની ખૂબજ અનુકૂળતાથી બતાવી શકાય છે તેમજ આ બાબતે પ્રેઝન્ટેશન પણ તૈયાર કરવામાં આવ્યું છે.જે પ્રોજેકટરના માધ્યમથી મોટી સ્ક્રીન પર બતાવી શકાય છે . જેથી  વ્યસનોના અજગરના ભરડામાં હોમાઈ ના જાય તે માટે વિદ્યાર્થીઓ, યુવાનોને જાગૃત કરી શકાય છે. આ આંદોલન છેલ્લા છ વર્ષ મોડાસાથી શુભારંભ થઈ ગુજરાત ભરમાં ચાલી રહ્યું છે.

Previous articleમાત્ર કાગળ પર વિદ્યાર્થીઓ દર્શાવી સરકાર પાસેથી ગ્રાંટ મેળવતી શાળા ઝડપાઈ
Next articleઅંબાજી પાસે એસ ટી બસ નીચે બાઈક આવી જતાં બેના મોત, ચાલક ફરાર