અંબાજી પાસે એસ ટી બસ નીચે બાઈક આવી જતાં બેના મોત, ચાલક ફરાર

1306

અંબાજી નજીક પાનસા ગામ પાસે એક બાઈક એસ ટી બસ સાથે અથડાયું હતું. બાઈકચાલક એસટી બસ નીચે આવી જતાં ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે તેની પાછળ બેઠેલા બાઈક સવારને ગંભીર ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

બસનો ચાલક ફરારઃ જંબેરા ગામથી અંબાજી તરફ જતાં આદીવાસી યુવાનનું બાઈક ચાણસ્મા ડેપોની એસ ટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૧૩૬૫ની નીચે આવી ગયું હતું.

જેમાં હંસા ગલબા સોલંકી અને હોજા નાના સોલંકીનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ બસનો ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. જ્યારે મૃતકોના પરિવાર જનોએ ઘટના સ્થળે જ રોકકળ કરી મૂકી હતી.

Previous article૩૧ મે  “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” નિમિત્તે મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા ભવ્ય ઊજવણી
Next articleગુજરાતમાં ૫માં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં દોઢ કરોડ લોકોને જોડાશે