RTOમાં નામ ટ્રાન્સફર માટે નો ડ્‌યુ સર્ટીની જરૂર નહીં પડે

781

ગાંધીનગર સહિત રાજ્ય ભરની આરટીઓમાં હવે નો ડ્‌યુ સર્ટિફિકેટની જોગવાઈ રદ કરી દેવાઈ છે. એટલે કે રાજ્યની આરટીઓમાં હવે વાહનની માલિકી અને સરનામા ચેન્જ જેવા કિસ્સામાં નો ડ્‌યુ સર્ટીફિકેટની માંગણી નહીં થાય. ગાંધીનગર સહિત રાજ્યની તમામ આરટીઓને આ સુચનાનું પાલન કરવાની વાહન વ્યવહાર કમિશર તરફથી આદેશ પણ કરાયો છે.

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં વાહન-૪ સોફ્‌ટવેર અમલી છે. જેમાં રાજ્યમાં નોંધાયેલા તમામ વાહનોનો ડેટા ડિજિટલાઈઝ્‌ડ કરવામાં આવ્યો છે. એટલે કે તમામ વાહનોનો ડેટા ઓલનાઈ ઉપલબ્ધ છે. તો વાહનોના પેન્ડિંગ મેમોની વિગત ઈ-ચલણ સોફ્‌ટવેરમાં ઉપલબ્ધ છે. જેથી તેનું ઓનલાઈન વેરીફિકેશન સરળતાથી શકી શકાય તેમ છે. જેને પગલે માલિકી-સરનામા ફેરબદલના કિસ્સામાં નો ડ્‌યુ સર્ટીફિકેટની જોગવાઈ રદ કરવામાં આવી છે. જો વાહનનો ડેટા વાહન-૪ સોફ્‌ટવેરમાં ન હોય તો પણ અરજદારને એનડીસી લઈ આવવા આગ્રહ નહીં કરવા તાકિદ કરાઈ છે. આવા કિસ્સામાં વાહનનું પ્રથમ બેકલોગ કરી કચેરીએ પરસ્પર સંપર્ક કરી વાહન પર કોઈ ડ્ઢછ (ડિપાર્ટમેન્ટલ એક્શન)કેસ બાકી તો નથી, વોન્ટેડ નોંધ અથવા અન્ય કોઈ લેણુ બાકી નથી તેની ચકાસણી કરીને કામગીરી કરવા માટે કહેવાયું છે. આ માટે દરેક કચેરીએ પોતાના બાકી રહેલાં ડીએ કેસ ઈ-ચલણ મોડ્‌યુલમાં ૩૧ મે સુધી ચઢાવી દઈને તેનું પ્રમાણપત્ર વડી કચેરીએ મોકલી આપવા પણ તાકીદ કરાઈ છે.

Previous articleચાર ગામોના સંયુકત તળાવમાં ગેરકાયદેસર માટી ચોરી કૌભાંડ વધારે માટી ખોદતાં ફરિયાદ
Next articleઅમદાવાદની સેવન્થ ડે શાળામાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી