વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત સત્તાનું સુકાન સંભાળ્યું છે. ત્યારે તમામ પ્રધાનોએ કાર્યભાર સંભાળતાની સાથે જ મોદી સરકાર એક્શનમાં આવી ગઈ છે. દિલ્હીમાં મોદી સરકારની બીજી ટર્મની શરૂઆત પહેલી કેબિનેટ બેઠક મળી.
કેબિનેટમાં પહેલો નિર્ણય શહિદોના બાળકો માટે લેવાયો છે. નેશનલ ડીફેન્સ ફંડ અંતર્ગત શિષ્યવૃત્તિમાં વધારો કરાયો છે. કિશોરો માટે શિષ્યવૃત્તિ ૨૦૦૦થી વધારીને ૨૫૦૦ કરવાનો નિર્ણય લેવાયો છે. તો કિશોરીઓની સ્કોલરશીપ ૨૨૫૦થી વધારીને ૩૦૦૦ કરાઈ છે. સાથે જ શહીદ પોલીસ જવાનોના બાળકોની શિષ્યવૃત્તિમાં પણ વધારો કરાયો છે. પીએમ સ્કોલરશિપ યોજના હેઠળ આ નિર્ણય કરાયો છે. કેબિનેટ બેઠકમાં અમિત શાહ, રાજનાથસિંહ, નિર્મલા સિતારમણ સહિત ૨૪ કેબિનેટ પ્રધાનો ઉપરાંત રાજ્યકક્ષાના બેઠકમાં સામેલ થયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગેની જાણકારી ટિ્વટ કરીને આપી. તેમણે ટિ્વટ કરીને કહ્યું કે અમારી સરકારનો પહેલો નિર્ણય ભારતની રક્ષા કરનારાઓને સમર્પિત છે.
આ નિર્ણયમાં રાષ્ટ્રીય રક્ષા કોષ હેઠલ વડાપ્રધાન શિષ્યવૃત્તિ યોજનામાં ફેરફાર કરતા પીએમ મોદીએ આતંકીઓ, માઓવાદીઓના હુમલામાં શહીદ થતા જવાનોના બાળકોની શિષ્યવૃત્તિ વધારવાનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાન સ્કોલરશિપનો દાયરો વધારવામાં આવ્યો છે.
જે મુજબ હવે આ સ્કીમનો લાભ સેના અને અર્ધસૈનિક દળો ઉપરાંત રાજ્ય પોલીસના જવાનોના બાળકોને પણ મળશે. એક કોટાનો લાભ એક વર્ષમાં ૫૦૦ને મળશે. વડાપ્રધાન સ્કોલરશિપ સ્કીમ લાભ રા્ય પોલીસના તે જવાનોના બાળકોને પણ મળશે જેમણે ડ્યૂટી દરમિયાન કે નક્સલી હુમલામાં પોતાના જીવ ગુમાવ્યાં છે.
આ અગાઉ વડાપ્રધાન મોદી કેબિનેટ બેઠક માટે પોતાના કાર્યાલય પહોંચ્યાં. અહીં તેમણે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની મૂર્તિને પુષ્પ ચઢાવ્યાં.