નિર્મલા સીતારમણ બન્યાં દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી

514

નરેન્દ્ર મોદીની નવી સરકારમાં બીજેપીના વરિષ્ઠ નેતા નિર્મલા સીતારમણને ફરીથી સામેલ કરવામાં આવ્યા છે. તેઓ નાણા મંત્રાલયનું કામકાજ સંભાળશે. આ પહેલા તેઓ રક્ષા મંત્રી હતા. નિર્મલા સિતારમણ દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી બન્યા છે. આ પહેલા તેઓ દેશના બીજા મહિલા રક્ષા મંત્રી બન્યા હતા. નિર્મલા સીતારમણની ગણતરી એ મહિલાઓમાં કરવામાં આવે છે જેમણે અનોખી સિદ્ધિ હાંસલ કરી હોય. રક્ષા મંત્રી તરીકે તેમણે ઘણા જ પડકારોનો સામનો કર્યો હતો. કારણ કે ૨૦૧૯ની ચૂંટણી અને તે પહેલા વિપક્ષે રાફેલનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. અનેક વખત ગૃહમાં તો અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરીને રક્ષા મંત્રીને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Previous articleહવે દેશના દરેક ખેડુતને વાર્ષિક ૬૦૦૦ આપવા માટેનો નિર્ણય
Next articleમોદી સરકારમાં ‘શાહ’ ગૃહ પ્રધાનઃ રાજનાથસિંહ રક્ષામંત્રી