દામનગરના પાડરશીંગા ગામે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ

920
guj2812018-7.jpg

દામનગર ના પાડરશીંગા ખાતે ૬૯ માં રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી પ્રસંગે શાળાના છાત્રો દ્વારા જોમ જુસ્સા સાથે દેશભક્તિની અભિનય કૃતિઓ રજૂ કરી હતી સમગ્ર ગ્રામજનોની વિશાળ હાજરીમાં પાડરશીંગા ખાતે રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ધારા સભ્યનું પ્રેરક પ્રવચન તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો ગ્રામ્ય વિસ્તારોના અગ્રણીઓ વાલીઓની ખૂબ મોટા પ્રમાણમાં હાજરી શાળા સંકુલમાં વિશાળ જન મેદની વચ્ચે બાળકો દ્વારા મુક અભિનય અને શોર્ય સાહસ ભરી કૃતિઓ રજૂ કરી હતી.
પાડરશીંગા ખાતે ગ્રામ પંચાયત દ્વારા આયોજિત રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે ધારા સભ્ય વિરજીભાઈ ઠૂંમર જિલ્લા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ રાઠોડ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ જનક ભાઈ તળાવિયા આંબાભાઈ કાકડીયા રફીકભાઈ હુનાણી રામજીભાઈ ઈસામલીયા કાંતિભાઈ પારેખ જીતુભાઈ નારોલા પોપટભાઈ ગોરસિયા સહિત અનેકો પદા અધિકારી ઓ અગ્રણીઓ સામાજિક કાર્યકરો પત્રકારો સહિતનાઓની વિશાળ હાજરીમાં રંગારંગ રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી.

Previous articleરાજુલા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વાવેરા ખાતે ઉજવાયો
Next articleદામનગરના કાચરડી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો