રાજ્યમાં ઉનાળો સમાપ્તીના આરે છે અને દક્ષિણ ભારતમાં ચોમાસું બેસવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ બાદ કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના બોટાદ શહેરના આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં પલટો સાંજના સમયે ભારે પવન સાથે ધીમીધારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. પવન સાથે વરસાદ પડતાં શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થવાની સમસ્યા પણ સર્જાયી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને ક્યાંક ક્યાંક વરસાદ પણ પડ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ભારતમાં અદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસાના શ્રીગણે થઇ ગયા છે ત્યારે કેરળમાં પણ ગણતરીના દિવસોમાં વરાસદ પડવાનું શરૂ થઇ જશે.