સોનગઢ ગામના ખેડૂત ઇન્દ્રજીતસિંહ વજુભા ગોહિલની દીકરી જયશ્રીબા ઇન્દ્રજીતસિંહ ગોહિલે તાજેતરમાં લેવાયેલ ટી.વાય.બી.એ સેમેસ્ટર-૬ની પરીક્ષામાં યુનિવર્સિટીમાં દ્વિતીય સ્થાન તેમજ ગોપીનાથજી મહિલા કોલેજ, શિહોરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નોંધનીય છે કે, ત્રણ વર્ષથી તેઓ કોલેજમાં ફર્સ્ટ અને યુનિવર્સિટી ટોપટેનમાં સ્થાન મેળવી હેટ્રિક કરીને શિક્ષણ ક્ષેત્રે સોનગઢ ક્ષત્રિય સમાજનું ગૌરવ વધારેલ છે.