શિશુવિહારનાં બાળચિત્રોનાં કેલેન્ડરનું મોરારીબાપુના હસ્તે કરાયેલું વિમોચન

541

ભાવનગર વર્ષ ૨૦૦૯ થી કાર્યન્વિત શિશુવિહાર બાળ પુસ્તકાલયના ઉપક્રમે સતત દસમા વર્ષે ભાવનગર શહેરની ૫૬ પ્રાથમિક શાળાઓ તથા ભાલ વિસ્તારની ૧૭ પ્રાથમિક શાળાઓના બાળકોને મોરારીબાપુના વરદ્‌ હસ્તે ૧૦૦-૧૦૦  બાળ પુસ્તકો અર્પણ થયા .

ગાંધી ૧૫૦ ની ઉજવણી સાથે વિદ્યાર્થીઓ માટે બાળ પુસ્તકોના વિષયવસ્તુને સાંકળી ગાંધીજી ના રચનાત્મક કાર્યો વિષયે વકૃત્વ કથન અને ચિત્ર આલેખન યોજાયેલ અને ઉત્તમ ચિત્રોને લઈ વર્ષ ૨૦૧૯/૨૦ માટે નું શૈક્ષણિક કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું .

તલગાજરડા ના પવિત્ર માહોલમાં મોરારીબાપુના વરદ હસ્તે બાળ ચિત્રોના કેલેન્ડરનું વિમોચન થયું આ પ્રસંગે શિશુવિહાર સંસ્થા દ્વારા સતત છઠ્ઠા વર્ષે તૈયાર થયેલ ચિત્રોના કેલેન્ડરને આવકારતા બાપુએ આશિર્વાદ આપ્યા હતા.

Previous articleસોનગઢના ખેડૂતપુત્રીની યુનિ. પરિણામમા હેટ્રિક
Next articleવિશ્વ તમાકુ નિષેધ દિવસની કે.જે.મહેતા ડેન્ટલ કોલેજ દ્વારા વિશિષ્ટ ઉજવણી