૩૧ મી મેં એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. દેશમાં તમાકુના વ્યસનના કારણે મોઢાના ગળાના સ્વરપેટી ના અન્નનળીના જેવા અનેક કેન્સરના રોગોએ ભરડો લીધો છે ખાસ કરીને ૨૫ થી ૩૫ વર્ષના યુવાનોમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તમાકુના વ્યસન થી મુક્ત થવા તેમજ લોકોમાં જાગૃતતા લાવવા માટે થઈને ૩૧ મેં ના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવામાં આવે છે. જેમાં વિવિધ સંસ્થાઓ શાળા કોલેજ દ્વારા અલગ અલગ રીતે લોકો સુધી વ્યસન થી મુક્ત થવા માટેનો સંદેશો પહોંચાડવા આવે છે. સિહોર નજીક આવેલ અમરગઢ ખાતે આવેલ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ ના પબ્લિક હેલ્થ ડેન્સ્ટ્રી વિભાગ (ડો.મનદીપસિંહ ગોહિલ, ડો.અવની રિજવાણી, ડો. મયુર મિશ્રા) એન્ડ ઓરલ મેડિસિન એન્ડ રેડીયોલોજી વિભાગ દવારા દર વર્ષની માફક આ વર્ષે પણ અલગ રીતે જ લોકો ને જાગૃત કરવા માટે થઈને કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કોલેજના વિધાર્થીઓ દ્વારા ગામમાં રેલી કાઢીને સાથે જ વિવિધ સ્લોગનો તેમજ નુકકડ નાટક કરીને તમાકુ થી થતા નુકસાન નો સંદેશો લોકી સુધી વહેતો કર્યો હતો. આ સાથે જ કોલેજના ઓડિટોરિયમ ખાતે કોલેજના વિધાર્થીઓ ના ગ્રુપ દ્વારા તમાકુ થી થતા કેન્સર ના રોગની જીવલેણ અસરો તેમજ તેનાથી કઈ રીતે બચી શકાય તેંવા સંદેશા સાથે “તમાકુ ના રવાડે જિંદગી કેમ બગાડે” નાટક દ્વારા લોકો સુધી સંદેશો પહોંચાડ્યો હતો. નાટકમાં અંતમાં અહીં ઉપસ્થિત લોકોએ તમાકુના વ્યસનથી દૂર રહેશે તેમજ પોતાના મિત્રો અને પરિવાર ને પણ જાગૃત કરશે તેવા શપથ પણ લેવામાં આવ્યા હતા. અહીં મેનેજીંગ ટ્રસ્ટી દીપકભાઈ શાહ, ડો.રોઝૈયા કાનાપાર્થિ, ડો.પંકજાક્ષીબાઈ કે, ડો.મોહસીન ઘાંચી દ્વારા કાર્યક્રમ ને સફળ કરવા ભારે જહેમત ઉઠાવામાં આવી હતી.