ભારત સરકારનું ગઠન મોદી નેતૃત્વમાં ૨૦૧૪માં જે ચહેરાઓ હતા તે જ ૨૦૧૯ની શુક્રવારની સાંજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં રાજગાદી માટે સોગંદ અને સહી કરતા હતા.સંઘીય ઢાંચા મુજબ ભારત સરકારના મંત્રીઓને કેટલાક ખાતા કોઈ વિશેષ કામ હોતું નથી. નાણાં ,ગૃહ સરક્ષણ ,રેલવે ,વિદેશ જેવા વિભાગોમાં સીધી,મહત્વની જવાબદારી છે. બાકી તમારે સલાહ આપવાની, નીતિ નિર્ધારણ માં ભૂમિકા ભજવવાની. રાજ્યકક્ષાના મંત્રીઓને તો સાચવી રાખવા માટે વિભાગ આપવામાં આવે છે. તેને વિશેષ જવાબદારી ન હોવાથી તેઓ તેના રાજ્યમાં હોવાની મંત્રી હોવાની શેખી મારતા રહે અને પક્ષનું સખળડખળ કાર્ય કર્યા કરે .વાહવાહ..બાકી તેને દિલ્હી બહુ આંટો મારવા જેવું ન હોય તે સૌ કોઈ જાણે છે.
મંત્રી પરિષદમા સંસદીય અનુભવી અરૂણ જેટલી સુષ્મા સ્વરાજ સ્વાસ્થ્યના કારણથી, મેનકા ગાંધી જયંતસિહા,જેપી ધડ્ડા જેવા અનુભવીને અન્ય જગ્યાએ મેનેજ કરવા કરવામાં આવે તેવી અટકળ છે. ૫૮ મંત્રીઓનું આ ધાડું જોકે હજુ તેમાં ઉમેરો થવાની સંભાવના છે તેમાં પાછળના નંબર સિવાયના ચેહરાઓ જ માત્ર નવા છે.જોકે અનુભવી આગળ હોય તે સ્વભાવિક છે. નીતીશકુમારનું ’ઉન્હુ’સમારોહના એક કલાક પહેલાં જ સામે આવ્યું.તેનો આગ્રહ જેડીયુના એકથી વધુ મંત્રી લેવાનો હતો. પણ ભાજપની ફોર્મ્યુલા મુજબ દરેક સાથીને એક પદ નીતિમાં તેનો ગજ વાગે તેવું નથી. તેથી તેણે મંત્રીપરિષદમાં જોડાવાનો ઈન્કાર કરી. ’રોઈને મોઢું લાલ રાખ્યું’ ’અમારે જરૂર નથી’… તેનો ખુણો પાળવાની ઘટનાથી ભાજપને હવે કોઈ ફેર પડતો નથી.
ગુજરાતને ઘી કેળા એટલા માટે કે અમે અમિત શાહ ની એન્ટ્રી થઇ છે . જો કે નંબર ટુ-નું સ્થાન રાજનાથને આપીને મોદીએ સાવધાની રાખી છે. ત્રણ નંબર ઉપર અમિતભાઈ શાહનું આગમન તેને મળનારો મહત્વનો વિભાગ સૂચવે છે.નાણા,ગ્રુહ, સંરક્ષણ ત્રણ વિભાગ તેને મળવાની શક્યતાઓ છે .ગુજરાતને હરખાવા નું એટલે છે કે વડાપ્રધાન અને નાણાં બંને ગુજ્જુઓના ગજવામાં. ભૂવો ધૂણે તો નાળિયેર ગામ ભણી નાખે, એટલે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન તો છે જ પણ હવે નેજવા કરીને જોવા જેવું વિકાસનું વાહક બનશે તેવી આગાહી અડસટ્ટો નથી.
પ્રતાપ સારંગી અને સ્વામી જયશંકર ની વાત કરી લઈએ. બંને ચહેરાઓ નવા છે. પ્રતાપ ૫૫ માં જન્મેલા ઓરિસ્સાનો સેવાનો સમિયાણો છે. સાઇકલ નુ સાધન ,કાચુ મકાન ૧૦ લાખથની સંપતિ, તેની ઓળખ માટે પૂરતી છે.આ સાંસદ ભારતનો સૌથી ગરીબ સાંસદ હશે. લગ્નની બેડીઓ તેને બાંધી શકી નથી. રામકૃષ્ણમઠમાં સાધુ થવા ઇચ્છનારા સદગ્રહસ્થને તેની માની સેવા કરવા મઠાધિપતિ ઓએ સાધુ રૂપ આપવાનો ઇન્કાર કરેલો.તેઓ આદિવાસી બાલાસોર ક્ષેત્રમાં અનેક શાળાઓ ખોલીને તેના નવનિર્માણમાં પાયાનું કાર્ય કર્યું છે. તેથી તેને ઓરિસ્સાના મોદી તરીકે ઓળખવામાં આવે છે. જયશંકર પાર્લામેન્ટના એક પણ હાઉસના સભ્ય નથી. વિદેશ સચિવ તરીકેની તેમની કાર્યશૈલી એ તેમને આ મહત્ત્વના પદે પહોંચ્યા છે. ચીનના
ડોકલામનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય મંચ પર ગુનેગારોનું પ્રત્યારોપણ, મોદી ઇમેજના ક્રિએશનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમની ભૂમિકા આ બધી બાબતો તેમના વિદેશ સચિવ તરીકેના કાર્યકાળની તવારીખ છે. માટે તેમને વિદેશી બાબતો માટે પસંદ કરવામાં આવ્યા હોય એવું માનવામાં આવે છે. તમામ રાજ્ય, સાથીઓ, સિનિયરો સૌને તેના સ્થાને પહોંચાડીને મોદીએ સાવધાની દાખવી છે. તેથી સબ સલામત નો ટોકરો વગાડવો હોય તો તકલીફ નથી.