રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જીલ્લા ક્લેકટર સુજીતકુમાર અને જીલ્લા વિકાસ અધિકારી આશિષકુમારની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે.
વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગ રૂપે આજ રોજ તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ”નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એસ.ભાયા ના માર્ગદર્શન અને એપીડેંમિક વિભાગનાં ડૉ. આર.આર.ચૌહાણ ના મોનીટરીંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સ સ્કવોડ દ્વારા આજરોજથી બોટાદના ગઢડા રોડ પર ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ કુલ ૧૭ દુકાનો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૩ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૩૧૦૦/- અંકે રૂપિયા એકત્રીસોનો દંડ વસુલ કરવામાં આવેલ હતો. આ કામગીરીમાં આર.સી.એચ. ઓ.ડૉ. અનીલ વર્મા, પુરવઠા વિભાગ મુખ્ય પુરવઠા નિરીક્ષક મતુલભાઇ. ટી.વણોલ,એસ.ટી.ડેપો-બોટાદના ડેપો મેનેજર મયુરભાઈ ત્રિવેદી,પોલીશ વિભાગના અધિકારી હિરેનભાઈ ગઢવી, વિજયભાઈ ગઢવી અને અભયદાનભાઈ ગઢવી,આરોગ્ય વિભાગમાંથી જીલ્લા આઈ.ઈ.સી.અધિકારી મુકુંદભાઈ મૂંધવા તથા સામાજિક કાર્યકર ગૌતમભાઇ વંડરા દ્વારા આ કામગીરી કરવામાં આવેલ.