યુવતીને મરજી વિરુધ્ધ લગ્ન કરવાનું કહેતા લાગી આવતા કોઈને કહ્યા વગર ઘર છોડી દીધુ હતું. બરવાળા ખાતે આવેલ બોટાદ જિલ્લાના સખી વન સ્ટોપ ખાતે મુંબઈ થી બોટાદ મુકામે આવેલી યુવતીને પરિવારજનો સાથે મિલાપ કરાવી પરિવારને સોંપવામાં આવી હતી.
બોટાદ જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે તા- ૨૯/૫/૦૧૯ ના રોજ મુંબઇ થી આવેલ બહેનને ઓ.એસ.સી. પર આશ્રય આપવામાં આવેલ કાઉન્સેલિંગ દ્વારા યુવતી પાસેથી જાણવા મળેલ વિગત અનુસાર પિડીતા યુવતી મુંબઇ થી તેમના મામાના ઘરે તળાજા વેકેશન કરવા માટે આવેલ હતી. પિડીતા બહેન જણાવે છે કે અમારા ઘરમાં બધા સભ્યોને એક્બીજા અણબનાવ રહે છે તેમજ પરિવારના સભ્યોની હુંફ કે લાગણી મળતી ન હોવાના કારણે કાઉંન્સેલિંગ દ્વારા જાણવા મળેલ છે કે ૧ વર્ષ પહેલા તેણીને સોશિયલ મીડિયાના ફેસબુકમાં એક બોટાદના યુવક સાથે ઓળખાણ થઇ હતી અને તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો બોટાદના યુવાનની ઉંમર ૨૦ વર્ષની જયારે પિડીતા યુવતીની ઉંમર હાલ ૧૮ વર્ષની હોવાના કારણે બંનેના લગ્ન શક્ય ન હતા. આ કારણસર મામાના ઘરે વારંવારં લગ્નની વાત કરતા હોવાથી પીડિતા મન માને મનમા મુઝાય કરતી જે કારણસર પિડીત યુવતી ઘર છોડીને બોટાદ આવી ગયેલ હતી બોટાદ આવ્યા બાદ તેણી દ્વારા મહિલા હેલ્પલાઈન ૧૮૧ નો સંપર્ક કરતા ૧૮૧ દ્વારા “સખી”વન સ્ટોપ સેન્ટર બરવાળા ખાતે પીડિતાને આશ્રય આપવામાં આવેલ હતો ત્યારબાદ સખી વન સ્ટોપના મહિલા કાઉન્સેલર દ્વારા આ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવતા તા.૩૧/૦૫/૨૦૧૯ રોજ મૂંબઇ થી પિડીતાના માતા-પિતા સહીત પરિવારના સભ્યો સખી વનસ્ટોપ સેંન્ટર ખાતે દોડી આવ્યા હતા અને સખી વન સ્ટોપના કર્મચારી દ્વારા પરિવારજનો તેમજ યુવતીને સાત્વના આપી સમજાવવામાં આવી હતી તેમજ માતા-પિતાને પણ સમજાવેલ કે પિડીતાને ભણવાની સારી વ્યવસ્થા કરે તેમજ યુવતીના મરજી વિરુધ્ધ લગ્ન કરવા મજબુર કે દબાણ ન કરે અને તેના સારા ભવિષ્ય અને શિક્ષણ માટે સારી વ્યવસ્થા કરે તેવું મહિલા કાઉન્સેલર દ્વારા પરિવારજનોને જણાવવામાં આવ્યું હતું. પિડીત યુવતી દરેક વાત સમજી વિચારીને સારી જીંદગી જીવવા માટે તે માટે સમજાવવામાં આવતા યુવતી માતા-પિતા સાથે રાજીખુશીથી જવા માટે તૈયાર થઇ જતા ખુબ આનંદ ઉલ્લાસ થી “સખી”વન સ્ટોપ સેન્ટર બરવાળા ના કર્મચારી ની હાજરીમા માતા-પિતા સાથે મિલાપ કરાવી પરિવારજનો સાથે સુખદ રીતે મોકલવામાં આવી હતી.