રાણપુર : ફાયર સેફ્ટી વિનાનો તાલુકો

771

બોટાદ જિલ્લાના રાણપુરમાં આવેલી સરકારી કચેરીઓમાં ફાયર સેફટી ના નામે મીંડુ છે મામલતદાર કચેરી હોય કે તાલુકા પંચાયત હોય કે રાણપુર ગ્રામ પંચાયત એક પણ કચેરીમાં ફાયર સેફટી સાધનો નથી.જ્યારે મામલતદાર કચેરીમાં અમુક બોટલો જોવા મળી પણ એ પણ શોભા ના ગાંઠીયા સમાન કેમ કે બોટલો તો છે પણ એક્સપાયરી ડેટ ની રાણપુર તાલુકામાં આજુબાજુના ૩૬ ગામના લોકોને આવાનું હોય છે.ગામડામાંથી આવતા લોકોને મામલતદાર કચેરી તાલુકા પંચાયત જેવી કચેરીઓમાં સરકારી કામકાજ માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.ત્યારે જો નો કરે નારાયણ ને કોઈ આગ નો અનિચ્છનીય બનાવ બન્યો તો જવાબદારી કોની જ્યારે થોડા દિવસો પહેલા સુરતમાં આવેલ તક્ષશિલા ટ્યુશન ક્લાસીસમાં જે આગ કાંડની ઘટના બની હતી તેમાં માસૂમ બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.તેવા પ્રકારની ઘટનાની તંત્ર રાહ જોતુ હોય તેવુ લાગી રહ્યુ છે.કેમકે રાણપુર શહેરમાં ફાયર બ્રિગેડની કોઈપણ જાતની સુવિધા રાણપુર શહેરમાં ન હોવાથી ક્યારેક આગ લાગે તો મોટી દુર્ઘટના થઈ શકે તેમ છે.આ પહેલા રાણપુર શહેરમાં અનેક આગના બનાવ બની ચુક્યા છે.સદ નસીબે કોઈ જાનહાની થવા પામી નથી.જો આગામી દિવસોમાં ફાયર સેફટી મુદ્દે તાત્કાલિક આક્રમક પગલા ભરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે.ભગવાન કરે ને રાણપુર શહેરમાં કોઈ આગનો અનિચ્છનીય બનાવ ન બને પણ છો અગમ્ય કારણો સર આગ નો બનાવ બન્યો હોય તો ફાયર બ્રિગેડની ગાડીઓ રાણપુર થી ૩૦ કીલોમીટર દુર બોટાદ, ધંધુકા, બરવાળા થી બોલાવી પડે છે ત્યાથી આવતા ઓછામાં ઓછી એક કલાક નો સમય લાગે છે એટલા માટે રાણપુર શહેરના લોકોની માંગણી છે.કે વહેલી તકે રાણપુર સરકારી કચેરીઓમાં અને રાણપુર શહેર પ્રોપરમાં ફાયર બ્રિગેડની સુવિધા કરવામાં આવે તેવી રાણપુર તથા આજુબાજુ ના ગામલોકોની માંગણી છે.

Previous articleરાણપુર ૧૦૮નાં કર્મચારીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન
Next articleસેન મહારાજની જયંતિ નિમિત્તે શોભાયાત્રા