કારોબારી બેઠકમાં પ્રજાકિય પ્રશ્નો અંગે સભ્યોએ કરેલી તડફડની રજૂઆતો

843

ભાવનગર મહાપાલિકા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષપદે મળેલી આ બેઠક કારોબારી સભ્યોએ ચીલાચાલુ લોકપ્રશ્નોની જોરદાર રજુઆત કરી હતી. રજુઆતને અંતે મોટાભાગના તુમારો પણ કરી દેવાયા હતા.

બેઠકની શરૂઆતે નગર સેવક અલ્પેશ વોરાએ સેવાસદન દ્વારા લેવાતા વ્યવસાય વેરાની સરકારની અને કોર્પોરેશનની ભૂમિકા મુદ્દે કેટલાંક અઘરા સવાલો પૂછ્યા હતા. આ સવાલ મુદ્દે વ્યવસાય અધિકારી રાઠોડે રેકડ ઉપલબ્ધ ન હોવાની વાત કહેતા અભયસિંહ ચૌહાણે એવો સવાલ ઉઠાવ્યો હતો કે અધિકારી આવો જવાબ કેમ આપે છે. આ બોર્ડમાં અમે કંઇ અરજદારો બનીને નથી આવ્યા,. સ્ટે.કમિટીયના સભ્ય રાજુ પંડ્યા એ દુઃખતી રગ દબાવતા એવો સવાલ કર્યો હતો કે શું અત્યાર સુધી તો આવું જ ચાલતું હતું. અને કમિશ્નર ગાંધીએ વાતને આગળ વધતા રોકતા તેમણે વ્યવસાય વેરા રાજ્ય સરકારના નીતિ નિયમોની કાનૂની બાબત કહેતા મુદ્દો હળવો થયો હતો.

જો કે અનિલ ત્રિવેદીએ કહ્યું કે મૂળ અધિકારીઓતો બોર્ડમાં જ બેઠા છે ને કાંઇ બદલાયતો નથી ગયાને. બેઠકમાં એવી છાપ ઉભી થઇ કે મોટાભાગના સેવકોને વ્યવસાય વેરા  બાબતની પૂરી જાણકારી નથી અને સવાલો વધતા ગયા.

કુમાર શાહે પોતાના વિસ્તારમાં બે દિવસથી પાણી જ મળતું ન હોવાની વિગતે રજુઆત કરતા વોટર વર્કસ એન્જી. દેવમોરારીએ તેમને રજુઆતનો જવાબ કર્યો હતો તે વાત શાહને ગળે ઉતરે તેવી નહોતી.

પૂર્વ ચેરમેન અભયસિંહ ચૌહાણે આજે બેઠકમાં આચારસંહિતા હવે પૂરી થઇ અને સોમાસું શરૂ થશે શહેરના રોડ રસ્તાઓના કામો બંધ છે. રસ્તાઓની સ્થિતિ સારી નથી. ચોમાસા પહેલા હબાકી રસ્તાના કામો તત્કાલ શરૂ કરવા કહ્યું અને હિન્દુ કે ચોમાસા નો વરસાદ થશે તો પ્રજાના કરોડો રૂપિયાનું પાણી થઇ જશે વાત પણ એમને વિચારવી પડશે.

ધારાશાસ્ત્રી મહિલાનગર સેવિકા કિર્તિબેન દાણી ધરીમાં બેઠકમાં એવો મુદ્દો ઉઠાવ્યો કે પ્રિમોન્સુનની કામગીરી વોર્ડમાં થવાની છે કે કેમ તેમ કહીને તેઓ ત્રણ વર્ષની માંગણી મુદ્દે એવો ઉકળાટ ઠાલવ્યો કે કામ થતું નથી. કારો.ચેરમેન અને મેયરને પણ ખબર છે વળી, કામની રજુઆત કરી એ ત્યારે એવો જવાબ આપ્યો છે કે પાંચની તમે ગ્રાંટ આપો તો શું આવો જવાબ વ્યાજબી છે. અમારી ફરિયાદો સાંભળો તો ખરા.. કારોબારી સભ્ય સ્પષ્ટ વક્તા એવા ધીરૂભાઇ ધામેલીયાએ સવાલમાં સૂર પૂરાવતા કહ્યું કે પ્રિ.મોન્સુન કામગીરી માટે પોલીસ બનાવવા જોવે તેવું મહત્વનું સૂચન કર્યું હતું. પ્રિમોન્સુન કામગીરી મુદ્દે સંભ્યોની ઉકળાટ ભરી રજુઆતમાં ચેરેમેન યુવરાજે સખ્ત શબ્દોમાં કહ્યું કે કામગીરી કરો તે વોર્ડના સેવકોના ધ્યાને મુકો કે તમને વાંધા શું છે ?

અંતાણવાડા મુદ્દે અભયસિંહ ચૌહાણ સાફ સાફ શબ્દોમાં કહ્યું કે, આંગણવાડી પાસેની ગંદકી સ્વચ્છતા મુદ્દે પાંચ પાંચ વખત ધીરૂભાઇ કરે તંત્રમાં કાંઇ થાય નહીં આવું કેમ ચાલે.

ભાવનગર મહાપાલિકા ના ખુલ્લા પ્લોટોનો તંત્ર ે કબ્જો કરી લઇ જેવો તેવી રજુઆતો થઇ અમને તમારે જહગાડવા જોવે તેમના બદલે અમે કહીએ ત્યારે જ કામ થાય આ સારી વાત ન કહેવાય અમે કાંઇ ચોકરી નથી કરતા આવી ટકોર પણ તંત્રને રાજુભાઇ  પંડ્યાએ કરી અભયસિંહ ચૌહાણે બિન્દાસ  ગેર કાયદેસરના બાંધકામો થઇ રહ્યા છે. તેવી તંત્રને ટકોર કરી કે ૮૦ ટકા ગેરકાયદેસર નાકામો તી રહ્યા રહ્યા છે. અટકાવવાનો તમને કોણ રોકે છે. તેમણે પટ્ટણી પ્લાઝા પાસેની ગંદકીના ત્રાસનો મુદ્દો પણ ઉઠાવ્યો. બાનુબાની વાડા વિસ્તારમાં લોકોને પણ પાણીની હેરાનગતિનો પ્રશ્ને ગીતાબેન બારૈયા એ વારંવાર ઉઠાવી તંત્રની પાણી પ્રશ્ને ઉંઘ ઉડાડી દીધી હતી. શહેરમાં લગાવેલ ડસ્ટબીનો ગાયો ખોલી નાખે છે. તેના તાળા મારેલી વાત પંડ્યાએ કરી હતી. મકાનની ડબલ આકરાણી મુદ્દે બિલ ત્રિવેદી એ પણ યુઝર્સ આજે વિગેરે રજુઆત કરી. પંડ્યાએ જણાવ્યું હતું કે દસ લાખનુંમાછલીઘર જરા જોવો તો ખરા આ કારોબારી છે. આ તુમાર કેવા હિસાબથી અહિંયા મંતવ્યો ઉગ્રરોષ વ્યક્ત કરતા રાજ પંડ્યાએ કહ્યું કે આખા શહેરના બધા જ ગાર્ડનો ભંગાર હાલતમાં છે આવું બંધ કરો. નગર સેવક ધીરૂભાઇ ધામેલીયાએ શિક્ષણમાં વિદ્યાર્થીઓની પસંદગીમાં ઇનટર નેશન્સ લેવલના વિદ્યાર્થીને જ શા માટે પડતો મુકાયો વિદ્યાર્થીને અન્યાય થયો છે. કોણ ફાઇલ લઇને આવ્યું છે. ફાઇલમાં લખેલો ૨૩૦૦૦નો આંકડો પણ ખોટો છે. શું શિક્ષણમાં આવું ચાલે છે. શિક્ષણ ક્ષેત્રે આ મુદ્દો ગંભીરતાથી લેવા માંગ ઉઠાવી. કમિશ્નર વચ્ચે એવી વાત કિધી કે પ્લોટો વેચીને કોર્પો. ચલાવાતું નથી.

Previous articleભાવ.ખોજા ઇશ્ના અશરીજમાત દ્વારા યવમે કુદ્દસ દિવસ મનાવાયો
Next articleપાલીતાણા અને ગારિયાધાર પંથકમાંથી રૂા.૧૪.૨૬ લાખની વીજચોરી ઝડપાઇ