૬૯માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઘોઘા સ્થિત સમભાવ યુવા સંગઠન ઘોઘા તથા ભાવનગર બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાઓએ બ્લડ ડોનેટ કર્યુ હતું. અને ૭૧, બોટલ લોહી એકત્ર કરી બ્લડ બેંકને સોપવામાં આવ્યું હતું. દેશના સ્વતંત્રતા અપાવવા પ્રાણનું બલીદાન દેનાર સેનાનીઓ તથા વિરજવાનોને વિરાંજલી આપવા અર્થે આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.