ધોરણ ૧૦ અને ૧૨ના પુસ્તકોમાં ૧૦૦%નો વધારો

557

આગામી ૧૦ જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર સ્ટેશનરીના ખર્ચનો બોજો પડવાનો છે. મોંઘવારી વધવાની સાથે સ્ટેશનરીના ભાવો પણ બમણા થઇ ગયા છે. આ વધારાથી સૌથી મોટી અસર મધ્યમવર્ગના લોકોને પડશે. જ્યાં એક તરફ ચણાની દાળ પણ વધારા સાથે પ્રતિ કિલો ૬૦થી ૬૫ રૂપિયાની આસપાસ મળી રહી છે તો તેની સામે ગણિતની ચોપડીનો ભાવ ડબલ ૧૦૪થી ૧૧૭ રૂપિયા થઇ ગયો છે. સ્ટેશનરી બજારમાં નોટબૂક અને પાઠ્યપુસ્તકોના ભાવમાં ૧૦૦% જેટલો ભાવ વધારો ઝીંકાયો હોય વાલીઓમાં રોષ પણ જણાય છે. પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો ઝીંકાતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવાર બાળકોના ભણતરના ખર્ચને લઇ ચિંતામાં મુકાયા છે. માત્ર નોટબૂકનો જ ખર્ચ ૫૦૦થી ૮૦૦ રૂપિયા થઇ જાય છે. જ્યારે પાઠ્યપુસ્તકોની કિંમતમાં પણ વધારો થયો છે. વાલી મંડળના પ્રમુખ અને વેપારી નરેશ શાહે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો થયો છે, સ્કૂલ, વાન અને રિક્ષાના ભાવમાં વધારા અંગે કોઇ નિર્ણય આવ્યો નથી.

Previous articleબનાસકાંઠા નર્મદા કેનાલ પાંચ દિવસ સુધી બંધ, સાડા ત્રણ લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે
Next articleકૌટુંબિક ઝઘડામાં ભાઈએ કરી ભાઈની હત્યા, પત્ની, પુત્ર ઇજાગ્રસ્ત