ધાનેરા પોલીસે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ધાનેરાના લાવરા ગામ પાસેથી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ૩૫,૮૧, ૭૦૦ના મુદામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી હતી. ધાનેરા પોલીસે ટ્રકમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન દારૂ સાથે ઝડપાયેલા બન્ને શખ્સો રાજસ્થાનનાં હોવાનો ખુલાસો થયો છે.