ઘરકંકાસમાં બે બાળકો હોમાયા, માતાએ પણ કરી આત્મહત્યા

725

સાબરકાંઠામાં બે બાળકો સાથે માતાનાં આપઘાતનાં સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. વડાલી તાલુકાના ફુદેડા ગામની આ ઘટનાએ સમગ્ર ગામમાં ચકચાર મચાવી છે. આ ઘટનાનાં પગલે સમગ્ર પંથકમાં આજ ઘટના ટોક ઓફ ધ ટાઉન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠાનાં વડાલી તાલુકાના ફુદેડા ગામે એક મહિલાએ પોતાના બે માસુમ બાળકો સાથે કુવામાં કૂદી આપઘાત કરી લીધો છે. મહિલાનાં આપઘાત પાછળ આર્થિક સ્થિતિ અને ઘર કંકાસથી આપઘાતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતકના પરિજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જોકે આત્મહત્યા પાછળ કોઇપણ કારણ જવાદાર હોય પરંતુ આ ઘરના કંકાસમા નિર્દોસ બે બાળકો હોમાયા છે. ઘર કંકાસનાં કારણે પરિણીત યુવતીના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ છે. પોલીસે પીએમ અર્થે ડેડબોડીને હોસ્પિટલ ખાતે ખસેડી છે અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Previous articleપાલનપુર સિવિલ હોસ્પિટલના ૫૦ સફાઈ કામદારો ભૂખ હડતાળ પર ઉતર્યા
Next articleગાંધીનગર સિરિયલ કિલર કેસની તપાસ CBI ક્રાઈમને સોંપવામાં આવી